પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
હિંદીઓ અને પરવાના

કસાઈના છોકરાને એક મહાનમાં મહાન કવિનું માન અપાયું નહીં હોત. ઉપરાંત, સુપરિન્ટેન્ડેન્ટ બીજા પ્રતિવાદીએ આશરે બે વર્ષ પહેલાં પોતાનું નામ બદલ્યું હતું એ હકીકતને વધારેપડતું વજન આપે છે. અને તેમ કરીને તે એને ગિરફતાર કરનાર સિપાઈએ એનું જે જાણીજોઈને અપમાન[૧] કર્યું હતું તેનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે. એ વાતનો ખ્યાલ રહેવો જોઈએ કે જેના તાબામાં તે હતો એ સિપાઈને નામ કયારે બદલવામાં આવ્યું હતું એ બાબતમાં કાંઈ પણ ખબર નહોતી. અને સુપરિન્ટેન્ડેન્ટ માને છે તેમ જો તેણે ભામટાના કાનૂનના અમલમાંથી બચી જવા માટે પોતાની જાતિ છુપાવવાનો પ્રયાસ કર્યો હોત તો એ વાત નક્કી છે કે તેનો ચહેરો જ તેની જાતિ ખુલ્લી કરવા માટે પૂરતો હતો. તેમ જ તે પોતાના નામ અને જન્મને કારણે શરમાતો લાગતો નહોતો, કારણ કે જન્મ અને નામ બાબતના સવાલો પુછાતાંની સાથે તરત જ તેના જવાબો અપાયા હતા. અને તે વાતે આનંદી સ્વભાવના સુપરિન્ટેન્ડેન્ટને એટલા તો ખુશ કર્યા લાગતા હતા કે તેમના મોઢામાંથી નીચેના શબ્દો સહેજે બોલાયા : “વારુ, મારા બેટા, બધા જો તારા જેવા હોય તો પોલીસને કશી મુશ્કેલી નહીં રહે.”

માની લો કે જો પોતાનો ધર્મ બદલવાનું ભૂલભરેલું નહીં હોય, તો પોતાનું નામ બદલવાનું બિલકુલ ભૂલભરેલું હોઈ નહીં શકે. નાની નાની બાબતોની મોટી બાબત સાથે સરખામણી કરીએ તો મિ. કિવલિયમ હવે હાજી અબદુલ્લા બન્યા છે કારણ કે એમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. મનિકાના મરહૂમ પ્રધાન એલચી મિ. વેબે પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં મુસલમાનનું નામ ધારણ કર્યું છે. પોલીસ સિપાઈઓના ખ્યાલ મુજબ તો એક હિંદીને માટે માત્ર ખ્રિસ્તી નામ જ નહીં પણ ખ્રિસ્તી પોશાક પહેરવો એ પણ ગુનો છે. અને હવે, સુપરિન્ટેન્ડેન્ટના વિચાર પ્રમાણે, ધર્મનો પલટો, એક હિંદીને શંકાને પાત્ર બનાવી દેશે. પણ, અલબત્ત ધારો કે ધર્મપલટો પ્રામાણિક માન્યતાને પરિણામે થયો હોય, અને કાનૂનને ટાળવાના દાવપેચ તરીકે નહીં હોય તો પછી આમ શા માટે થવું જોઈએ? હાલના આ દાખલામાં મારું માનવું એવું છે કે બંને પ્રતિવાદીઓ પ્રામાણિક ખ્રિસ્તીઓ છે કારણ કે મને મળેલી માહિતી મુજબ ડૉ. બૂથ[૨] બંને તરફ માનની નજરે જુએ છે. અલબત્ત સુપરિન્ટેન્ડેન્ટ સામો સવાલ કરશે, “પણ એક ખ્રિસ્તીના લેબાસમાં એક માણસ પ્રામાણિક ખ્રિસ્તી છે કે શેતાન છે એ કેવી રીતે જાણી શકાય?” આ સવાલનો જવાબ આપવાનું મુશ્કેલ છે. મેં કોર્ટને જણાવ્યું હતું કે દરેક મામલાનો નિર્ણય તેના ગુણદોષ તપાસીને કરવામાં આવે અને જ્યાં સામાન્ય અનુમાનો પર ચાલવાનું હોય છે તેનો ફાયદો જેમ બીજા વર્ગોને આપવામાં આવે છે તેમ હિંદીઓને પણ અપાવો જોઈએ.

મેં જણાવ્યું કે જે માનભર્યો પોશાક પહેરેલાં બે માણસો રાતના સાડા નવ વાગ્યે મુખ્ય રસ્તા ઉપર થઈને શાંતિથી જઈ રહ્યા હોય, પૂછવામાં આવતાં તેઓ ઊભા રહી જાય છે, અને સામું જણાવે છે કે તેઓ બાગમાંથી પાછા ફરી રહ્યા છે અને પોતાને ઘેર જાય છે, એ ઘર તેમને રોકવામાં આવ્યા એ જગ્યાએથી માત્ર સાત મિનિટના રસ્તા ઉપર છે, એમાંનો એક કારકુન હતો અને બીજો શિક્ષક હતો (આ બે કમનસીબ છોકરાઓના દાખલામાં હતું તેમ), તો એમને સામાન્ય સમજ મુજબ બંધાતા અનુમાનનો લાભ મળવો જોઈએ. મેં આગળ જણાવ્યું કે આવા દાખલાઓમાં જો શંકા જાય તો પોલીસ કબજા નીચેના માણસોને સહીસલામતીથી


  1. પ્રતિવાદીએ જ્યારે પોતાનું સેમ્યુઅલ રિચર્ડ્‌સ એવું નામ આપ્યું ત્યારે સિપાઈએ તેને હસી કાઢયા.
  2. ડરબનના સેઇન્ટ એઈડનના દેવળના ધર્મગુરૂ