પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૭૩. ઝૂલુલૅન્ડ માટેના સેક્રેટરીને પત્ર

સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ,


ડરબન, નાતાલ,


માર્ચ ૬, ૧૮૯૬


ઝુલુલૅન્ડ માટેના સેક્રેટરી


પિટરમેરિત્સબર્ગ


સાહેબ,


મેલમોથ કસબાનાં નિયમનોમાં કોઈ પણ રંગનો ભેદભાવ અસ્તિત્વમાં નથી તે જોતાં એશોવે કસબાનાં નિયમનોમાં આવો ભેદભાવ કયાં કારણોસર સામેલ કરવામાં આવ્યો તે હું જાણી શકું ખરો? મેલમોથ કસબાનાં નિયમનોના પ્રકાશનની તારીખ પણ હું જાણવા ઇચ્છું છું.

આપનો, વગેરે


મો. ક. ગાંધી


[ મૂળ અંગ્રેજી ]


કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્‌ઝ નં. ૪૨૭, ગ્રંથ ૨૪



૭૪. દાદાભાઈ નવરોજીને પત્ર

મો. ક. ગાંધી
પો. ઑ. બૉક્સ ૬૬,


એડવોકેટ
સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ,


એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન
ડરબન, નાતાલ,


અને
માર્ચ ૭, ૧૮૯૬


ધી લંડન વેજિટેરિયન સોસાયટીના એજન્ટ


માનનીય શ્રી દાદાભાઈ નવરોજી


નેશનલ લિબરલ કલબ


લંડન


સાહેબ,


આ સાથે હું એક કતરણ મોકલું છું જેમાં આવતા અધિવેશનમાં મંત્રીમંડળ જે મતાધિકાર વિધેયક રજૂ કરવા માગે છે તે આપેલું છે. તેમ જ બ્રિટિશ કમિટીના[૧] પ્રમુખને લખેલા મારા પત્રની એક પ્રેસ નકલ પણ સાથે મેં મોકલી છે.


૧. જુઓ પા. ૨૩૪.



  1. ૧. જુઓ પા. ૨૩૪.