પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
ગાંધીજીનો અક્ષરદેહ


ઝૂલુલૅન્ડના ગવર્નરે નાંદવેની બાબતની અરજદારોની વિનંતી મંજૂર કરવાની ના પાડી છે. હું હમણાં એ વિષય ઉપર બ્રિટિશ સરકાર માટે એક વિનંતીપત્ર[૧] તૈયાર કરી રહ્યો છું.

સૈનિકોના સ્મારક વિષેના આપના પત્ર બદલ હું આપનો આભાર માનું છું.

આપનો આજ્ઞાંકિત સેવક,


મો. ક. ગાંધી


[ મૂળ અંગ્રેજી ]


ગાંધીજીના હસ્તાક્ષરવાળી મૂળ પ્રતની છબી પરથી



  1. ૧. જુએા પા. ૨૩૫.


૭૫, વેડરબર્નને પત્ર[૧]

મો. ક. ગાંધી
પો. ઑ. બૉકસ ૬૬,


એડવોકેટ
સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ,


ધી એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન
ડરબન, નાતાલ,


અને
માર્ચ ૭, ૧૮૯૬


ધી લંડન વેજિટેરિયન સોસાયટીના એજન્ટ


સર વિલિયમ વેડરબર્ન, બેરોનેટ, એમ. પી. વગેરે


હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના પ્રમુખ


લંડન


સાહેબ,


આ સાથે હું એક કતરણ મોકલું છું. જેમાં મતાધિકાર વિધેયક આપવામાં આવ્યું છે. આ વિધેયક સરકાર નાતાલ વિધાનસભાના આવતા એપ્રિલ અધિવેશનમાં રજૂ કરવા માગે છે. આ વિધેયક ૧૮૯૪ના જે કાનૂન સામે સરકારને એક વિનંતીપત્ર[૨] મોકલવામાં આવ્યો હતો તે કાનૂનની જગ્યાએ આવે છે એવું કહેવાય છે કે આ વિધેયકને મિ. ચેમ્બરલેને મંજૂર કર્યું છે. જો એવું બન્યું હોય તો એ વાત હિંદી કોમને ઘણી કઢંગી સ્થિતિમાં મૂકી દેશે. અખબારો એવું માનતાં લાગે છે કે હિંદુસ્તાનમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ અસ્તિત્વમાં છે, એ કારણે હિંદીઓ ઉપર આ વિધેયક અસર કરશે નહીં. સાથે સાથે આ વિધેયકનો હેતુ હિંદી કોમ ઉપર અસર કરવાનો છે એ વિષે કોઈ શંકા નથી. અમારો ઇરાદો આ વિધેયકનો વિરોધ કરવાનો છે. પરંતુ તે દરમિયાન મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે આમસભામાં એક પ્રશ્નન પૂછવામાં આવે તો તે બહુ ઉપયોગી થઈ પડે અને સંભવ છે કે તે મિ. ચેમ્બરલેનના વિચારોનું રહસ્ય પણ બહાર લાવે. હિંદી કોમને થોડા જ વખતમાં મહત્ત્વભરી તાકીદની બીજી બાબતો અંગે આપના સમય અને ધ્યાન ઉપર દબાણ લાવવાની ફરજ પડશે.

આપનો આજ્ઞાકિંત સેવક,


મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]


હસ્તલિખિત મૂળ પ્રતની છબી પરથી.



  1. ૨. જુઓ પા. ૬૯.
  2. ૨. જુઓ પા. ૬૯.