પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬. મિ. ચેમ્બરલેનને અરજી
ડરબન, નાતાલ,


માર્ચ ૧૧, ૧૮૯૬


પરમ માનનીય જોસફ ચેમ્બરલેન,


સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રી


લંડન, એમની સેવામાં


નાતાલની હિંદી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતા
નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવીએ છીએ કે :

તા. ૨પમી ફેબ્રુઆરી ૧૮૯૬ના નાતાલના સરકારી ગેઝેટમાં ઝૂલુલૅન્ડના નેાંદવેની કસબા સંબંધમાં કેટલાક નિયમો અને નિયમનો પ્રગટ થયાં છે. આ બધાં સામ્રાજ્ઞી સરકારના હિંદી પ્રજાજનોના જમીન ધારણ કરવાના તથા મેળવવાના હકોમાં હરકત કરનારા છે. તે બાબતમાં તથા ઝૂલુલૅન્ડમાંના એશોવે કસબા માટેનાં એવાં જ નિયમનો બાબતમાં આપના અરજદારો આથી સમ્રાજ્ઞીની સરકાર આગળ અરજી રજૂ કરવા ઇચ્છે છે.

નિયમનોનો જે હિસ્સો બ્રિટિશ હિંદીઓના હકોમાં હરકત કરે છે તે નીચે પ્રમાણે છે:

કલમ ૪નો હિસ્સો – યુરોપિયન જન્મ કે વંશની જે વ્યક્તિઓ આવા કોઈ લિલાઉંમાં (એટલે મકાન માટેની જમીનનું લિલાઉં) ભાગ લેવા ઈચ્છતી હોય તેમણે લિલાઉંની તારીખ પહેલાં ઓછામાં ઓછા વીસ દિવસ આગળથી ઝૂલુલૅન્ડના સેક્રેટરીને લેખિત સૂચના આપવી જ જોઈએ વગેરે.
કલમ ૧૮નો હિસ્સો – માત્ર યુરોપિયન જન્મ કે વંશની વ્યક્તિઓને જ મકાનોની જમીનના કબજેદાર તરીકે મંજૂર રાખવામાં આવશે. આ શરતનું પાલન કરવામાં નહીં આવતાં આવી કોઈ પણ જમીન આ પહેલાંની કલમ અનુસાર સરકાર હસ્તક ફરીથી લઈ લેવાશે.
કલમ ૨૦નો હિસ્સો – આ જમીનો અમુક ચોખ્ખી શરતે વેચવામાં આવે છે અને એ શરત આ નિયમોની કલમ ૧૦, ૧૧ અને ૧૩ મુજબ માગવામાં આવેલા અને અપાયેલાં દરેક જાગીરના અધિકારપત્રમાં દાખલ કરવામાં આવશે, એ શરત એવી છે કે નેાંદવેની કસબામાં આથી ખરીદવામાં આવેલી જમીનનો કોઈ પણ માલિક એ જમીનને કે એના કોઈ હિસ્સાને જન્મ કે વંશથી યુરોપિયન હોય તે સિવાયના કોઈ પણ માણસને વેચાતી કે ભાડે આપી શકશે નહીં તેમ જ વગર ભાડે કબજે કરવા દેશે નહીં. અને જો કોઈ સંજોગોમાં આવા અધિકારપત્ર ધરાવનાર માણસો જ આવી શરતો અને બાંયધરીઓનો ભંગ કરશે તો આ નિયમોની કલમ ૧૭માં જણાવ્યા મુંજબની શરતોથી અને પદ્ધતિથી આવી જમીનો સરકાર હસ્તક લઈ લેવામાં આવશે.

જેમાં નાંદવેની નિયમનો પ્રગટ થયાં હતાં તે ગૅઝેટ બહાર પડવાના બીજે જ દિવસે આપના અરજદારોએ ઝૂલુલૅન્ડના ગવર્નરને એવી વિનંતી કરતી અરજી રજૂ કરી કે આ