પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
ગાંધીજીનો અક્ષરદેહ


આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ દક્ષિણ આફ્રિકામાંના બ્રિટિશ હિંદીઓની પરિસ્થિતિની અને દરજજાની તપાસ કરાવવાનું જરૂરી છે. તેમ જ દક્ષિણ આફ્રિકન અધિકારીઓને ઉદ્દેશીને એક એવો હુકમ કાઢવો જોઈએ કે તેઓ સમ્રાજ્ઞીની હિંદી પ્રજાને બીજી બધી બ્રિટિશ પ્રજા જોડે સમાન વર્તાવની ખાતરી કરાવે. આનાથી ઓછું કશું પણ સમ્રાજ્ઞીની વફાદાર અને કાયદાનું પાલન કરનારી હિંદી પ્રજાના સામાજિક અને નાગરિક સત્વના વિનાશને રોકી શકશે નહીં.

એટલા ખાતર, આ૫ના અરજદારો નમ્રપણે વિનંતી કરે છે કે સમ્રાજ્ઞીની સરકાર એશોવે અને નોંદવેની કસબાઓનાં નિયમનોમાં ફેરફાર કરવાનો કે તેમાં સુધારો કરવાનો હુકમ કાઢે જેથી એના હાલના સ્વરૂપમાં એનાથી સમ્રાજ્ઞીની હિંદી પ્રજા ઉપર જે ગેરલાયકાતો લદાય છે તે દૂર થઈ શકે. અને તેઓ વધારામાં નમ્રપણે સૂચવે છે કે તેમના ઉપર અસર કરનારા વર્ગભેદ ઊભો કરનારા ભાવિ કાનૂનો ઘડવા ઉપર પ્રતિબંધ મૂકતા હુકમો કાઢવામાં આવે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ


અને બીજાઓ


[ મૂળ અંગ્રેજી]


હસ્તલિખિત નકલની છબી પરથી.




૭૭. હિંદી મતાધિકાર

ડરબન,


એપ્રિલ ૪, ૧૮૯૬


તંત્રીશ્રી,


धि नाताल विटनेस


સાહેબ,


"જી. ડબલ્યુ ડબલ્યુ."એ ગઈ તા. ૧૧મી માર્ચને રોજ આપને એક પત્ર લખ્યો હતો. એમણે મારી હિંદી મતાધિકાર[૧]વિષેની પુસ્તિકાની ટીકા કરીને મારું સન્માન કર્યું છે. એ પત્રના જવાબરૂપે નીચેનું લખાણ આપ પ્રગટ કરશો તો હું આપનો ઘણો આભારી થઈશ.

"જી. ડબલ્યુ ડબલ્યુ."એ પુસ્તિકાની આલોચના દરમિયાન મારા પ્રત્યે જે વ્યક્તિગત સદ્દભાવ બતાવ્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું. એની સાથે સાથે જો એમણે મારી 'વિનંતી'ના મૂળ વિષયને એટલી જ સદ્દભાવનાથી ચર્ચ્યો હોત તો ઘણું સારું થાત. જો એમણે એ પુસ્તિકા નિષ્પક્ષ ભાવથી વાંચી હોત તો હું માનું છું કે તેમાં પ્રગટ કરેલા વિચારોથી જુદા પડવાને તેમને માટે કોઈ કારણ રહેતે નહીં. મેં આ વિષયને એવા દૃષ્ટિબિંદુથી છણવાનો પ્રયાસ કર્યો છે કે જેથી યુરોપિયન સાંસ્થાનિકોને સંકોચ વિના પોતાનો મૈત્રીનો હાથ લંબાવવાને ઉત્તેજન મળે અને એમ કરવામાં તેમને તેમની હાલની સ્થિતિમાંથી કોણી ખાઈને હઠવાનું પણ નહીં


  1. ૧. જુઓ પા. ૧૯૮.