પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
મિ. ચેમ્બરલેનને અરજી

નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો કાઢશે. નવું વિધેયક, જેઓ યુરોપિયન જાતિના નથી તે સૌના ઉપર મતાધિકાર મેળવવા અંગે અમુક મર્યાદાઓ મૂકે છે. હાલમાં છે તેમ, દેશી લોકો માટેના કાનૂન નીચે દેશીઓનો અપવાદ કરીને બધી જ જાતિના અને વર્ગના બ્રિટિશ પ્રજાજન માટે મતાધિકાર ખુલ્લો હોવા છતાં કુલ ૯,૫૬૦ નોંધાયેલા મતદારોમાંથી માત્ર ૨૫૦ હિંદીઓ મતદારયાદી ઉપર મોજૂદ છે અથવા મતાધિકાર ધરાવતા દરેક ૩૮ યુરોપિયને એક હિંદીનું પ્રમાણ છે. એટલે અમે ધારીએ છીએ કે નવું વિધેયક આ બાબતની જરૂરિયાત કાયમને માટે નહીં તો બધા સંજોગોમાં ઘણાં વર્ષો સુધી સંપૂર્ણ રીતે પૂરી પાડશે, દાખલા તરીકે, દક્ષિણ કેરોલિનામાં ૨૧ વર્ષ ઉપરની ઉંમરના સીદીઓની સંખ્યા ૧,૩૨,૯૪૯ છે, જયારે ૨૧ વર્ષ ઉપરની ઉંમરના ગોરાઓની સંખ્યા ૧,૦૨,૫૬૭ છે. આમ છતાં પોતે લધુમતીમાં હોવા છતાં ગોરાઓએ પોતાની સર્વોપરી સત્તા જાળવી રાખી છે. સાચી વાત એ છે કે સંખ્યાનો પ્રશ્વન તદ્દન અલગ રાખતાં ચડિયાતી જાતિના લોકો હમેશાં સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં રાખશે एटले अमे एवुं मानवाने प्रेराया छीए के हिंदीं मत युरोपियन मतने गळी जवानी वातनुं जोखम काल्पनिक छे. આ બાબતમાં અમને જે માહિતી મળી છે તે ઉપરથી અમે એવું માનવાના વલણવાળા થયા છીએ કે હિંદ એ "ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ" ધરાવતો દેશ છે એવું ગણી લેવામાં આવશે. હકીકતમાં, અનેક વાર આગળ કરવામાં આવતી જે એક દલીલ છે કે હિંદીઓ એના સ્વરૂપથી અને જવાબદારીઓથી અપરિચિત છે તે ખરેખર અણઘટતી છે. કારણ કે હિંદમાં કાંઈ નહીં તો ૭૫૦ મ્યુનિસિપાલિટીઓ એવી છે જેમાં અંગ્રેજ અને હિંદી મતદારોને સમાન હકો મળેલા છે અને ૧૮૯૧માં ૮૩૯ યુરોપિયન મ્યુનિસિપલ કમિશનરો (સભાસદો) સામે ૯,૭૯૦ હિંદી સભાસદો હતા. . . . આમ છતાં જો આપણે એવું માની પણ લઈએ કે હિંદના વતનીઓને "ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ" ધરાવતા દેશમાંથી આવનારાઓ તરીકે ગણી લેવામાં આવશે, તો अमे एवुं नथी मानता के गूंगळावी देवानो भय जरा पण संभवित छे, कारण के भूतकाळना अनूभव उपरथी ए वात साबित थयेली छे के नियम तरीके अहीं आवता हिंदींओनो वर्ग पोते मताधिकार विषे चिंता करतो नथी अने वधारामां तेमनामांनो मोटो समूह जरुरी एवी मिलकत अंगेनी नानी सरखी लायकात पण धरावतो नथी. આ બધા ઉપરાંત, જે સામ્રાજ્યના અમે અંગ છીએ તે સામ્રાજયની ફરજો, મતાધિકાર જેવા ખાસ અધિકારનો ઉપયોગ કરવામાંથી હિંદીઓને હિંદીઓ તરીકે બાદ રાખવાની છૂટ નથી આપતી. એટલે અમને લેવાદેવા છે ત્યાં સુધીં આવી જાતનું વલણ નકારાત્મક છે અને તેથી છોડી દેવાવું જોઈએ. જો નવા કાનૂનનાં નિયંત્રણો અનિચ્છનીય તત્વને મતદારોની યાદી ઉપર ચડતું રોકી નહીં શકે તો પછી મતાધિકારની લાયકાતો ઊંચી બનાવતાં આપણને કશું પણ રોકી શકે એમ નથી. હાલમાં એ ઘણી જ નીચી છે. એટલે મિલકત બાબતની લાયકાત સહેલાઈથી વધારી શકાય, બમણી પણ કરી શકાય, ઉપરાંત કેળવણી બાબતની કસોટી લાગુ પાડી શકાય.. આ કસોટી મતદારની યાદી ઉપરથી એક પણ યુરોપિયનને કમી નહીં કરશે પણ, હિંદી મતદારોનો ખોડો કાઢી નાખશે. લગભગ ૧૦૦ પાઉન્ડની કિંમતની મિલકત ધરાવનારા અથવા વાર્ષિક ૨૦ પાઉન્ડનું ભાડું ભરનારા તથા અંગ્રેજી વાંચીલખી જાણનારા હિંદી મતદારોની સંખ્યા અવશ્ય તદ્દન નાની જ રહેવી જોઈએ. અને જો આ ઉપાયો નિષ્ફળ જાય તો મિસિસિપી યોજના