પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
પ્રેમપરીક્ષા


“ગંગા, મારી ભૂલ થઈ, મને મા”-

“વાહ ! મારા સમ એક પણ શબ્દ બોલતા નહિ !” ગંગાએ કહ્યું.

આટલું કહીને કેશવે વાળુ કીધું નહોતું, તેને વાળુ કરવા તથા શાંત પાડવા તે તેડી ગઈ. વાળુ કરતાં કરતાં સઘળી હકીકત કહી ને કેશવને પોતાના આકળા તથા ઉતાવળિયા સ્વભાવ માટે પસ્તાવો થયો.

ખરેખરી ઘર ચલાવનારી સદ્ગુણી સુંદરી તે ગંગા હતી.પ્રકરણ ૧૩ મું
પ્રેમપરીક્ષા

ધીમે ધીમે મોતીલાલ અને કમળા વચ્ચે પત્રવ્યવહાર વધી પડ્યો. દરરોજના પત્રો ચાલૂ થયા ને તેમનો પ્રેમ એટલો બધો ઘાડો બંધાયો કે તે કદી પણ છૂટી શકવા અશક્ય થઈ પડ્યો. કમળા પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી બેઠી હતી કે ફરી લગ્ન કરવામાં એ જ પતિ તરીકે યોગ્ય છે; ને આ વાત તેણે પોતાની ભાભીથી છુપાવી નહોતી. સ્પષ્ટ રીતે એ વાત જણાવી દીધી ને તેની સલાહ પ્રમાણે વર્તવાને કમળીએ નિશ્ચય કીધો. કમળી ને ગંગા આ બાબતમાં કેટલેક દરજ્જે ઘણા જૂદા વિચારનાં હતાં, તોપણ કમળીએ પોતાની ભાભીને હસી કાઢી નહિ, તેમ ગંગાએ પોતાની નણંદને તત્કાળ વારી પણ નહિ . ધીમે ધીમે વિચાર ફેરવવા માંડ્યો. તકરાર વારંવાર કરતાં હતાં, વાતચીતમાં વારંવાર મતભેદ પડતો હતો, તથાપિ એક ઘડી પણ બંને એક બીજાથી જૂદાં પડતાં નહોતાં. કમળી મોતીલાલને હમેશાં પત્ર લખતી હતી, ને તેમાં પ્રસંગે સઘળો ઘરસંસારી બનાવ પણ લખતી હતી. ઘણાક પ્રસંગો જાણ્યા પછી મોતીલાલને એમ ભાસ્યું કે ગંગાનો મત કમળીનાં ફરી લગ્ન થાય તે તરફ નથી, ને તેથી તે બેચેન બનવા લાગ્યો અને મૌન ધારણ કરી સૂમની માફક બેસી રહેતો હતો.કિશોરને તેમના આટલા