પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ગંગા–ગુર્જર વાર્તા

બધા નિકટ સંબંધની ઘણી થોડી ખબર હોવાથી આ બેચેનીનું કારણ જાણવા તે ઘણું મંથન કરતો હતો, તથાપિ મોતીલાલ ઉડાવતો, અને જોકે તેના મનમાં વારંવાર પોતાના મિત્રને છેતરવાને દિલગીર થતો હતો, તો પણ નિરુપાયે તે આ પ્રમાણે કરતો હતો.

બંને મિત્રો એક દિવસે બાબુલનાથની ટેકરી પરના એક ઝાડની ઘટા નીચે બેઠા હતા, ને પશ્ચિમના દરિયા કિનારાથી ઘણો મંદ મંદ પવન આવતો હતો. બાબુલનાથની ટેકરી જેવી રમણીય તથા કુદરતના નમુનાની કોઇ પણ જગ્યા મુંબઇમાં ભાગ્યે જ હશે. એ ટેકરી ઘણી વિકટ તથા અટપટી છે, તો પણ ત્યાં આગળ સંધ્યાકાળે જઇને બે ઘડી વિશ્રાંતિ લીધી હોય તો મન નિર્મળ થઈ જાય છે. ઝાડોની ઘટા ચોપાસ છવાઇ રહી છે. કુદરતી પક્ષીઓ ઉનાળાના દિવસમાં ટહુકા કરીને આપણી વૃત્તિઓને શાંત મનથી પોતા તરફ ખેંચે છે. દરિયાની હવાથી મગજ તર થાય છે. દેવાલયમાંથી, શિવભકતો દર્શન માટે આવે, તેઓ ઘંટાનાદ કરે, તેના અવાજથી ઈશ્વરગુણાનુવાદપર લક્ષ ખેંચાય છે, ને ઝાડોની ઘટામાંથી જે ધું ધું કરતો પવન ફૂંકાય છે, તેથી એક જાતનો આનંદ વ્યાપી રહે છે. સંધ્યાકાળે સૂર્ય ક્ષિતિજમાં ઉતરતો હતો, ને મન શાંતિથી તર થયું હતું, તેવી વેળાએ શિવના દેવાલયમાંથી દર્શન કરી આવી, ફરતી એક એકાંત જગ્યામાં જઇને બંને મિત્રો વિશ્રાંતિ લેતા સૃષ્ટિસૌન્દર્ય નિરખતા હતા. આ તેમની શાંતિમાં કોઇ પણ ભંગાણ પાડનારું હતું નહિ, ને મનુષ્યોનો પગરવ ત્યાંથી ઘણો દૂર હતો. મોતીલાલના મનમાંથી કવચિત્ કવચિત્ નિઃશ્વાસ નિકળતો હતો, ને તેની તંદુરસ્તી દિનપર દિન ધણી નબળી જોવામાં આવતી હતી. આનું કારણ જાણવાને કિશોર ઘણો આતુર હતો, પણ જ્યારે તેનો બરાબર ખુલાસો ન મળ્યો ત્યારે એ વિષે સવાલ પૂછવા, લગભગ એક મહિનો થયા તેણે બંધ કીધા હતાં આથી મોતીલાલ ઘણો ગભરાયો. તેણે પોતાના મનના ઉભરા કિશોર આગળ ઠાલવવા નિશ્ચય કીધો. તે હવે લાગ ખેાળતો હતો. આજે તે લાગ