પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
પ્રેમપરીક્ષા

મળ્યો, મોતીલાલે ઘણો ઉંડો વિચાર કરીને કિશોરને જાણે અજાયબીમાં નાંખવા ઇચ્છતો હોય તેમ પૂછ્યું.

“કિશોર, વારુ લગભગ દશ માસ થયા તને મારી પ્રકૃતિમાં કંઇ અસાધારણ ફેરફાર દેખાતો નથી ? હું ગાંડો તો થયો નથી? મને કંઇ ભૂત ભરાયું છે ?”

“એમ તો હું ધારતો નથી,” કિશેારે જવાબ વાળ્યો, “તારી પ્રકૃતિમાં કંઇ અસાધારણ ફેરફાર થયો છે ખરો, પણ તે ફેરફાર શાથી થયો છે તે મને સમજાતો નથી, તારા શરીરમાં કંઇ વ્યાધિ નથી, પણ આધિના રોગથી તું પીડાય છે એમ જાણું છું, નહિ વારુ?”

મોતીલાલ ચૂપ રહ્યો. તેણે બે પગવચ્ચે માથું નીચું નમાવ્યું.

“પણ તારુ જે દુ:ખ હોય તે દુ:ખ તું મને શામાટે જણાવતો નથી ?” કિશેારે ફરીથી વાત ચલાવી. “તારા હિતમાં ક્યારે હું પાછો પડ્યો છું ?”

“મારું દુ:ખ કોઈને કહેવાય તેમ નથી ?” અતિ મોટો નિઃશ્વાસ મૂકી મોતીલાલ બેાલ્યો.

“કહેવાય તેમ નથી ? મને કેહેવાને શી અડચણ છે? હું તેનો કોઇપણ ઇલાજ કરવામાં પછાડી પડીશ નહિ. જોઇયે તો મારી જિંદગીની કીમતે પણ તારો પ્રાણ બચાવીશ, ને જેમાં માત્ર મારી આબરૂને લાંછન નહિ લાગે તેવું કૃત્ય કરવામાં કદીપણ વિલંબ કરીશ નહિ.”

“પણ એ બધું કોઇપણ સંસારી બાબતને લગતું હોય તો ?” મોતીએ કહ્યું.

“હું સમજ્યો !” કિશેારે ક્ષણભર વિચારીને કહ્યું, “એમાં કશી વિસાત નથી. આટલો બધો સમય તેં જે મારાથી છુપાવ્યું તેમાં તારી મોટી ભૂલ છે, જો તારું ને મારી બહેનનું બંનેનું એક દિલ હોય તો હું કોઈપણ આફત માથે ભોગવીશ, ને તારું કામ પાર પાડીશ. પણ આટલું યાદ રાખજે કે જો કમળીની ઇચ્છા નહિ હોય તો તમારું સુખ સ્થાયી રહેશે નહિ. પહેલે તડાકે પ્રેમી માણસો એક બીજાને મળે છે, તેપરથી જ