પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
પ્રેમપરીક્ષા


“ખરેખર, એમ તો ખરું; કેમકે આપણા હિંદુસંસારમાં કંઈ થોડું દુઃખ નથી, ને આવી રીતે મળવું એ પણ ઘણું અપવાદ ભરેલું કહેવાય.”

“શા વાસ્તે ?”

“આપણામાં રિવાજ નથી તેથી.”

“તેની શી ફિકર છે ?”

“ફિકર હોય કે નહિ; તોપણ ફિકર રાખવી જોઇયે, તમને કદાપિ ફિકર નહિ હોય, તથાપિ મુજ જેવી રંકને તો એ ઘણું વિપરીત ભાસે છે,” સ્મિતહાસ્યથી કમળાએ કહ્યું, “ઘણી વેળાએ આવા પ્રસંગથી એમ બને છે કે ઈશ્વરનું જે સર્વોત્તમ બંધન મર્યાદા તેને વેગળી મૂકવામાં આવે છે.”

“આવી મર્યાદાને આપણે કદી પણ વેગળી મૂકીશું નહિ !” મોતીલાલે કંઇક હાસ્યથી ને કંઇક ગંભીરતાથી જવાબ દીધો, ને પાછી કમળીના ચેહેરા તરફ નજર કીધી. “એ સઘળું તો આપણી ઇચ્છા ઉપર આધાર રાખે છે.”

“બેશક, એ તો મને માલમ છે. મેં તો સહજ જ કહ્યું છે. તમે કંઈ પણ એથી ઉલટો વિચાર લેતા નહિ. ઘણું કરીને શું આપણામાં કે શું પારસી ને અંગ્રેજો, કે જેઓ આજે છૂટાપણાનો મોટો લાભ લે છે, તે સઘળાંમાં આવી જ રીતે પ્રથમ મુલાકાતો થાય છે, પણ વાસ્તવિક રીતે જોતાં મને તે પ્રતિષ્ઠતિ દિસતી નથી. તેથી મારે મારી આબરૂને ખાતર અહિયાં ઉભાં રહેવું એ સલામત નથી,” એમ બોલી તે જવાને માટે તૈયાર થઇ.

“એટલી બધી ઉતાવળ શી ?” મોતીલાલે ક્ષણભર અટકાવીને કહ્યું, “હું આજ ઘણા અગત્યના કારણસર મુંબઈથી આવ્યો છું ને તમને ખાનગી મળવાને ત્રણ દિવસ થયા સમય શોધતો હતો. અને કમનસીબે તેમાં ફાવ્યો નહિ, પણ ઈશ્વરેચ્છાથી આજે આપણું એકાંત