પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
સસરો અને વહુ

હતું; ને આ શાંતિ ઉલટી ભય ઉત્પન્ન કરતી હતી. કંઇ પણ શબ્દ સંભળાતો નહોતો, ગગડાટ પણ નહોતો. કમળા ચિત્તભ્રમ હતી, ગંગા સૂતેલી હતી, શેઠાણી બીજા ઓરડામાં નાક ગગડાવતાં પડેલાં હતાં, એારડો દૂર હોવાથી તેમના નાકના સુસવાટાનો અવાજ સંભળાતો નહોતો, તેમના જીવને ધીરજ હતી, કે ડોસાને કશુંએ થવાનું નથી. તેઓ તદ્દન નિશ્ચિંત જીવે હતાં, એટલે ઓરડામાં શું થાય છે તેથી તદ્દન અજાણ્યાં હતાં.

“આવો ! આવો!” એકદમ ડોસાએ પડતા સાથે બૂમ મારી.

“શું છે ? શું છે ? સસરાજી !” આંખ એકદમ ઉઘાડી ઉભી થઇ તરત જ પાસે આવતાં ગંગા બોલી, “કેમ તમને શું થયું ? પડી ગયા ?” તરત જ કોચ નજીક આવતાં તે બોલી ઉઠી, “કમળા બહેન ક્યાં ગયાં ? મોટી બહેન મોટી બહેન ?” એમ આસપાસ ઉઘાકળી આંખે કમળાને ન જોઈ તેથી બૂમ મારી.-

“ભાભી, કેમ, કેમ ?” તરત જ સાવધ થઈને કમળા પાસે આવી.

“તમે નહિ સાંભળ્યું ?”

“ના, મને ખબર નથી.”

“ક્યાં ગયાં હતાં ?”

“એ પાસે બારીએ ઉભી હતી.”

“સસરાજી ઘણું કરીને પડી ગયા!”

“નહિ હોય, મેં કંઈ સાંભળ્યું નથી, તમને ભ્રાંતિ થઇ હશે.”

“નહિ, નહિ, ખરેખર પડી ગયા છે.”

“બાપાજી, બાપાજી !” કમળાએ ત્રણવાર બૂમ મારી પણ કશો જવાબ મળ્યો નહિ.

બંને જણાં ઘણાં ભરાયાં, ને પાસે મીણબત્તી પડી હતી, તે સળગાવી લાવીને ગંગાએ તેમના મોં આગળ ધરી, તો તેમનો ચેહેરો તદ્દન ફીકો અને કંઈ પણ હીલચાલ વગરનો જણાતો હતો, ને બિછાનાપર