પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
ગંગા-ગુર્જર વાર્તા


“જરા પણ નહિ ! મારો પૈસો છે જ ક્યાં ! મારું ઘરેણું ગાંઠું છે જ ક્યાં ? પ્રિય કિશેાર ! હજી સૂધી તમે મારો પૈસો ને મારું ઘરેણું છે એમ માનો છો ? મારી છાતી એથી કેટલી રુંધાય છે તેથી તમો અજાણ છો, સ્વામીનાથ ! પૈસા માટે તો તમારે ફિકર છોડી જ દેવી. મારા પિતાને એક લંબાણ તાર મૂકીને તેમની પ્રકૃતિ માટે પૂછાવો પછી જે યોગ્ય ભાસશે તેમ કરીશું.” તરત તે બીજા ઓરડામાં ગઇ ને ત્યાંથી દાબડો અને સઘળી નાની જાપાનીસ પેટીઓ તે હાથમાં લઈને આવી ને કિશેારને સ્વાધીન કરી દીધી.

“ગંગા ! એમ નહિ બને, મેં તને ઘણી વિપત્તિમાં નાખી છે ને તારાં ઘણાં ઘરેણાં મારા અભ્યાસ પછાડી મેં લીધાં છે. આપણો સારો દહાડો આવે તેટલામાં નવી નવી વિપત્તિના મહાસાગરનાં મોજાંએ જોર ભેર મર્યાદા મૂકી દોડી આવે છે, પણ હવે તારાં ઘરેણાં હું નહિ લઇશ. એ અલંકાર તારા છે તે તારી પાસે રહેવા દે. હું કોઇ મિત્ર પાસેથી થોડાક રૂપિયા ઉછીના લાવીને હમણાં તાર મૂકાવી તારા પિતાની ખબર પૂછાવું છું.”

“હું કહું છું કે પ્રિય ! મારું હૃદય બળી જાય તેવું અનિષ્ટ વચન ન બોલો ! તમે હજી ભિન્નભાવ રાખો છો ? પરાયા પૈસા એ નિશાસિયા છે, ને એથી કેટલા દિવસ કામ સરશે ? આપણે હમણાં ને હમણાં પૈસાની જરૂર છે, ને તમારા મિત્ર પાસેથી લાવતાં વિલંબ થશે. આપણી આબરૂને ખાતર એકદમ પૈસાની ગોઠવણ કરવી જોઇએ. મારા અલંકારની તમારે લેશ પણ ચિંતા રાખવી નહિ. આપણું અવિચળપણું એ જ મને મોટી વાત છે. તમારી આરોગ્યતા છે, એથી મને તો પુષ્કળ ઘરેણાં ગાંઠાં મળશે ને તેટલું છતાં તે કૃપાળુ કેશવ ગરીબાઈમાં નાખી દેશે તો માત્ર સૌભાગ્ય ચૂડી, કીડિયાંસેર, ને સાદાં વસ્ત્ર સાથે તમારી સાથે આનંદથી ઘોર વનની પર્ણકુટીમાં સીતા પેરે રહીશ. હું તો કિશોરને વરી છું, કંઇ અલંકારને વરી નથી ! મને કિશેાર પ્રિય