પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
ખરી કસોટી

છે, અલંકાર નથી. પ્રાણેશ, શું તમો એમ ધારો છો કે હું બીજી સ્ત્રીઓના જેવી છું, ને વસ્ત્રાલંકારને મોહીને રહી છું ? મને માત્ર એક તમારો પ્રેમ, તમારી મીઠી નજર ને તમારું હસતું મુખડું એ જ જોઇયે છે, બીજું કંઈ નહિ !”

“તેં મને બેાલતો બંધ કીધો છે ગંગા ! પણ તારા અલંકારથી મારો પિતા બચવાનો નથી, ને ફોકટમાં તું ગરીબાઇમાં આવી પડીશ.”

“તેની તમારે ફિકર રાખવી નહિ. હું ગરીબ થવાની જ નથી- શ્રીમંત છું ને તેવી સદા રહીશ. મને આવા સસરાજી હવે મળવાના નથી.” આટલું બોલતાં ગંગાએ સજળ નેત્રે કિશેાર સામું જોયું. કિશેારે પેટીમાંથી એક અગત્યનો દાગીનો લીધો ને તરત ગીરો મૂકીને કામ ચલાવ્યું. પૂને તાર મૂક્યો, ને તેમાં સવિસ્તર હકીકત પૂછાવી. ત્યાંથી સંધ્યાકાળના જવાબ ફરી વળ્યો કે લેશ પણ ફિકર કરવા જેવી તબીયત નથી, ને ગંગાના પિતા બે કે ત્રણ દિવસમાં ગંગાને મળવા તુરંત આવશે એમ પણ જણાવ્યું હતું. ગંગાને ધીરજ આવી. કિશેારની પાસે જે પૈસા વધ્યા તેમાંથી તેણે થોડાક પૈસા ડાક્ટરને આપ્યા, તથા થોડાક પરચુરણ માગનારાઓને આપ્યા.

કેટલી સ્ત્રીઓ ગંગાના જેવો અપૂર્વ સદ્દગુણ બતાવી શકશે ? શું પોતે સ્વપિતા કરતાં સ્વામિપિતાની કિંમત વધુ ગણશે, કે પોતાના અલંકાર કરતાં પતિની વિપત્તિ વિશેષ ગણશે ?

કિશેાર બહાર ગયો કે તરત મોહનચંદ્ર જાગી ઉઠ્યો ને “મા ! મા !” એમ બૂમ મારી કે તરત ગંગા તેની પાસે દોડી ગઇ. ગંગા પાસે ગઇ કે તરત ડોસાએ પૂછયું, “કિશેાર ક્યાં છે ?”

“હમણાં જ બહાર ગયા છે; કંઈ કામ છે સસરાજી ?”

“ના ! પણ ડોક્ટરે શું કહ્યું ?”

ગંગા ચૂપ રહી ને કશું બોલી નહિ.

“તું બોલ કે નહિ બોલ, પણ હવે મારા દહાડા ભરાઇ રહ્યા