પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
અવ્યવસ્થા


ગંગાએ ઘણીક રીતે તેના ઉદ્વેગને શાંત પડ્યો, પરંતુ મનમાં જે સજ્જડ ફિકર પેઠી તેથી તે એકદમ શાંત થયો નહિ. ઘરની સઘળી સંભાળ તેને માથે આવી પડી હતી. આ બોજો જિંદગીની શરુઆતમાં તેને ઘણો ભારે થઇ પડ્યો. વડીલ બંધુ કેશવલાલનો પગાર ઘણો કમતી હતો, ને તેની સ્ત્રી તુળજાનો તેનાપર ઘણો સક્કો બાઝતો હતો તેથી ઘરમાં તે પૈ પણ આપવાને અખાડા કરતો હતો કવચિત્ તે પાંચ પચીસ રૂપીયા મોકલતો હતો. એથી સઘળી પીડા કિશોરને હતી, ને તેને દુ:ખે ચાર દિવસમાં એ બહુ દુબળો થઇ ગયો.

જે દિવસે પોતાના સિનોરનો પત્ર મુંબઈ આવવાનો આવ્યો તે જ દિવસે ગંગાના પિતાજી તેને મળવાને સૂરત આવ્યા. ગંગા પોતાના પૂજ્ય પિતાનાં દર્શન લેવાને ઘણી આકરી ને અધીરી થઇ ગઇ તેથી જેવા માણસે આવીને તેમના આવ્યાના સમાચાર કહ્યા તેવી જ તે દોડી. કર્કશા સાસુજીને તો તે ઘણું વસમું લાગ્યું, ને બડબડાટ ચલાવ્યો. તેણે કહ્યું કે “દોડી બાપને ભોંય નાખવા ! જોની રંડાને કંઇ શરમ છે કે સાસરાના ઘરમાં કેમ વર્તવું ! અમારાએ બાપ હતા પણ અમે તો એવાં ગાંડાં નહોતાં કાઢતાં.” આવા આવા ઘણા અપશબ્દો કહ્માથી ગંગાને લાગ્યું તો ઘણું પણ આ સમય બેાલવાનો નથી, એમ ધારી મૂંગી મુંગી ચાલી ગઇ. કિશેાર પણ આગળ ધસ્યો, ને પોતાના વડીલને ઘરમાં લાવીને બેસાડ્યા.

“કેમ શરીરે તો આરોગ્ય છેાની?” બિહારીલાલે પૂછ્યું.

“આપની કૃપાથી કુશળ છું. કંઇ પત્ર વગર એકદમ પધાર્યા ? આપને ત્યાં તો સર્વ કુશળ છેની?”

“તમને તથા ગંગાને ઘણો વખત થયા મળ્યા નહોતો તેથી એકદમ ચાલ્યો આવ્યો છું. પાછા પૂને જવાનો વિચાર છે, કેમકે સોલાપુરના સબ જડજની જગ્યા ખાલી પડે છે તેપર સારો ચાન્સ છે, ને જો જગ્યાપર હોઇએ તો હક સંબંધી ધ્યાનમાં રહે.”