પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
ગર્ભવતી ગંગા


મેહેનત કીધી, પણ વ્યર્થ. કોઇ સમજ્યું નહિ. કિશેારને એ વિશે ખબર કરવી એને ગમી નહિ, કેમકે તે એકતો પીડામાં હતો ને એ હકીકત જણાવવાથી તે વધારે દુ:ખી થશે એમ એને લાગ્યું.

તુળજાને ઘણીક રીતે પજવવાથી કેશવલાલે પોતાના પિતાનું ઘર હંમેશને માટે તજ્યું ને જે ઘર હંમેશાં સુખ શાંતિમાં રહેવું જોઇયે તે ઘરમાં પૂરતી ફાટ પડી. હવે ગંગાની સાથે સાસુજીયે જોબરીયા લેવા માંડ્યા, તેથી તે ઘણી કંટાળી ત્રાસ પામી, ઘરની પીડાથી તે બહુ માંદી પડી, પણ કોઈએ જરા પણ બરદાસ્ત લીધી નહિ, બિચારી શ્રીમંત સદગુણી પિતાની એકની એક લાડકવાઇ દીકરી બે દિવસ સુધી પોતાના શયનગૃહમાં એકલી પડી રહી, પરંતુ ઘરનાં કોઈયે આવીને ખારું પાણી સરખું પૂછયું નહિ !!પ્રકરણ ૨૦ મું
ગર્ભવતી ગંગા

રાત પછી દહાડો ને દહાડા પછી રાત જવા લાગી. ઘરમાંથી સ્વસ્થતા ગઇ, ને ઘણી ઘણી વિડંબના પડી. તેવામાં મુંબઇમાં કિશોરની તબીયત બગડી આવી ને ગંગા જવાને તત્પર થઇ. આ વેળાએ પણ સાસુ લડ્યા વિના રહી નહિ. તુળજા ને કેશવલાલ તો ઘરની સઘળી ફિકર તજીને બેઠાં હતાં. માની શીખામણથી વેણીલાલ પોતાના પિતાનાં વચનો વિસરી ગયેા ને તે પણ પોતાની વડી ભાભીને હેરાન કરતો હતો. ઘરની પીડામાંથી ગંગા મોકળી થઇ તે માટે આનંદ પામી. તે મુંબઇ ગઇ, ને સૂરતમાં કમળા વગેરે સર્વે રહ્યાં, એટલે લલિતાબાઇએ પોતાની દીકરીપર ખાર કાઢવા માંડ્યો ! “લડો નહિ તો લડનારો આપો” તેમ તેને તે કંઈ નહિ તો કંઈ પણ નિમિત્ત જોઇતું હતું. પોતાની પ્રિય નણંદને એકલી મૂકીને ગંગાને જવું ગમ્યું તો નહિ, પણ તે નિરુપાય હતી. મુંબઈ આવ્યા