પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
નંદનભુવન!


વિચાર જાણવાને લગ્ન કરવાને ખૂબ ટોંક્યો. પણ એણે નાની હા પાડી નહિ. આ પંચાતીને લીધે તે સુરત આવ્યો. કમળીને મળીને ઘેર જતાં રસ્તામાં તે પોલીસને હાથ પકડાયો. સૂરતમાં એ અરસામાં લાઇસન્સ કસને લીધે હુલ્લડ થયું હતું. આ હુલ્લડમાં પોલીસની પકડાપકડી ઘણા વિસ્તારમાં ચાલીને નગરના ઘણા સારા સારા સંભાવિત ગુહસ્થોના મનમાં ધ્રાસકો પડ્યો હતો. તે ભયનો ભેાગ મોતીલાલ થઈ પડ્યો. આ ખબર કમળીને પડતાં તેણે કિશોરને ઘણાં નમ્ર શબ્દોમાં વિનતિ કીધી કે એના રક્ષણ માટે પૂરતા ઉપાય લેવા. આ પત્રમાં જે પ્રેમભર્યા શબ્દો તેણે દર્શાવ્યા હતા તે ગુપ્ત રીતે એવું સૂચવતા હતા કે આ તેનો હવે પછી થનારો પતિ છે. તેના સુખ વગર મને સુખ નથી. કિશોર સૂરત આવ્યો ને બારીસ્ટર સાથે તેડતો આવ્યો. બ્રિટીશ ન્યાયની અવ્યવસ્થાનું એ કેસમાં પૂરતું ચિત્ર જોવામાં આવ્યું હતું. સમય એવો હતો કે મોતીલાલને શિક્ષા થાત, પણ કોલેજીયનોએ તેની તરફથી ઘણી સારી મહેનત કીધાથી ઘણે ખરચે તેનો છૂટકો થયો.
પ્રકરણ ૨૧ મું
નંદનભુવન !

ર તરફથી કેટલીક સ્વસ્થતા થયા પછી કિશેાર નોકરી કરતો હતો તે સાથે પોતાનો વિદ્યાભ્યાસ પણ કર્યો જતો હતો. ગંગાએ પુત્રીને જન્મ આપ્યા પછી તેના પિતાના પત્રથી કિશેાર સાસરે ગયો, ને ઘણીક રીતે તેમને આનંદ આપ્યો. આ વેળાએ સસરા જમાઇએ વાતમાં, ન્યાતમાં બાળવિધવાઓ ઘણી છે તેનાં લગ્ન થાય તો કેમ એ પર પોતાનો સંવાદ ચલાવ્યો. બિહારીલાલે ઘણાક પ્રકારે સિદ્ધ કરી આપ્યું કે આર્ય ધર્મનું જે બંધન છે તે જોતાં સ્ત્રીનાં લગ્ન ફરીથી થાય જ નહિ, પણ જો સ્ત્રી રજસ્વલા થઇ નહિ હોય ને પતિ ગત થયો હોય, વૈધવ્ય