પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
નંદનભુવન !

જોશો તો ભાગ્ય ! ચાકરો બેકેલાં, ને શેઠશેઠાણી કેાઇના પણ હુકમને માને નહિ કરે, પણ પોતે જ ઘરના માલીક થઇ બેસે, શેઠને જો વાંચવા લખવાનો શોખ હોય તો શેઠાણી કાળા અક્ષરને કૂટી મારનારાં હોય, ને શેઠાણી હોંસીલાં હોય તો શેઠને કંઇ શોખ જ નહિ હોય - તેએા જડભરત જેવા થઇને બેસે. બે ચાર પુસ્તકો ટેબલપર પડ્યાં હોય તો તે પર ધૂળના ઢગલા વળેલા હોય. આરસા હોય તો તેપર સત્તર પંદર ડાઘાડુઘી હોય, આંખને ઠંડક આપવાને ચિત્રો ટાંગ્યાં હોય તો તે એવાં બેડોળ રીતે ગોઠવ્યાં હોય, કે જોવાં ગમે નહિ. એમ એકનું ઠેકાણું હોય તો બીજાનાં ફાંફાં, એવી હિંદુ ઘરની હાલત હોય છે. પણ ગંગાના નવા ઘરની હાલત તદ્દન ઓર જ છે. ઘરમાં પાંચ મોટા ઓરડા ને ત્રણ નાની ઓરડીઓ છે. ત્રણ નાની ઓરડીમાં નહાવા, રાંધવા તથા ઘરનો સામાન મૂકવામાં આવતો હતો. શયનગૃહ ઘણું સારું શણગારેલું હતું, પણ તે કરતાં દીવાનખાનામાં વળી ઘણી સારી વ્યવસ્થા હતી. એક ઓરડામાં લાયબ્રેરી જેવું રાખ્યું હતું. ને તેમાં પોષાકાદિની વ્યવસ્થા થતી હતી. જમવા બેસવાને માટે ઘણો સારો એારડો હતો. ગંગાએ જેમ સૂરતમાં સસરાના વાડામાં બગીચો બનાવ્યો હતો, તેમ અત્રે પણ પોતાના શોખને અનુકૂળ યોજના કીધી હતી. નાનો સરખો બગીચો બે ઘડી મોજ આપે તેવો હતો. સંધ્યાકાળે પોતાની નાની બાળકીને લઇને તે જ્યારે ફરતી ત્યારે તેના આનંદનો પાર નહોતો. તેવામાં કિશેાર આવતો કે તે વહેલી વહેલી દરવાજાપર સામી જતી હતી, ને પ્રેમથી તેનો હાથ પકડતી; થોડીવાર બગીચામાં ફરી બને ધરમાં જતાં હતાં. એક ઘણો સુંદર તોરો તે હંમેશાં પોતાના પ્રિયને માટે તૈયાર રાખતી તેની તે ભેટ આપતી, તે જોઈ આ વખતે કિશોર પોતાના આગલા દુઃખના દિવસ યાદ કરતો ને બને સજલનેત્ર થતાં હતાં.

ઘરમાં પેસતાં જ કોઈને પણ આ નવા હિંદુ ઘરની નાજુકાઈ જણાતી હતી. બગીચામાં જો આપણે પ્રવેશ કરીશું તો એક ક્ષણભર