પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
ગંગા–ગુર્જર વાર્તા

ત્યાંની રચનાથી દંગ થઇશું; દીવાનખાનામાંની યોગ્ય ગોઠવણથી અચરજ પામીશું; ને ઘેરની સ્વચ્છતાથી મોહિત થઈશું. કોઇ પણ સ્થળે તમને પોકળ પતરાજી ને મિથ્યાદોષનું દર્શન થશે નહિ. ખોટો દુમાક કશો હતો જ નહિ. માત્ર એક નાનકડા ઘરની શોભામાં તેની કરકસરથી ઘણો વધારો થયો હતો. પોશાક માટેની ઇલાયદી જગ્યા હતી. આમ ઘરમાંથી તેમને જે જોઇયે તે તરત મળે તેવી ગોઠવણ હતી. શોધવા દોડાદોડ કરવાની જરૂર જ નહિ. તેમ પુસ્તકો પણ બરાબર ગોઠવેલ હતાં. ટેબલપર ખડિયા ને ખડિયાની એક બાજુએ કલમ ને બીજી બાજુએ પેનસીલ ને ચાકુ રાખેલાં હતાં. લખવાના કાગળપત્રો, બ્લોટીંગ તથા કાગળો ઉડી નહિ જાય તેનું વજન પણ તે નજીક જ હતું. જ્યારે જોઇયે ત્યારે સર્વ વસ્તુ ક્ષણમાં પ્રાપ્ત થતી હતી, પણ જેમ સાધારણ રીતે હિંદુ ઘરમાં બને તેમ ખેાળાખેાળ ને દોડાદોડ કરવી પડતી નહિ, કે જાણે તે વસ્તુ ઘરમાં જ નથી એમ લાગતું નહિ. સાધારણ રીતે જો કોઇ હિંદુના ઘરમાં કંઈ બોરીઆં શોધવાં હોય તો ટેબલના બે ખાનામાં ખેાળાખેાળ થશે, એકાદ બે કબાટ ઉઘાડવા પડશે, પાનદાનીમાં પણ જોશે ને છેલ્લે કોઇ જૂની પુરાણી પેટીમાં પણ ખેાળશે; સાથે આખા ઘરમાં ઉથલપાથલ થશે, તોપણ જોઇતી વસ્તુ હાથ આવશે નહિ. જો કંઇ પુસ્તક જોઇશે તો કબાટ, ચોપડી મૂકવાનો સ્ટેન્ડ, રદ્દી કાગળ નાખવાની ટોપલી ને છેલ્લે સર્વાળે કપડાંનું કબાટ પણ ઉથલપાથલ કરશે ! જો કદી ડાકટર આવ્યો ને પ્રીસ્ક્રિપશન લખવાને કાગળ માગ્યો તો ચોબાજુએ બૂમાબૂમ ને દોડાદોડ ને ગભરાટ થશે. કાગળ આવ્યો તો કલમનાં ઠેકાણાં નહિ ને કલમ મળી તો ખડિયામાં શાહી સૂકાઇ ગયેલી, ને તેમાં પાણી નાખવાને માટે ત્રીજે માળેથી વખતે ભોંયતળિયે આવવું પડે, ને તેટલા માટે ઘરના સઘળા માણસો દોડધામમાં પડી જશે. પણ આપણી ગંગાના ઘરમાં તમને આવું કંઇ જણાશે નહિ. ઘરની શોભા એથી ઘણીક રીતે જાય છે, અને તેથી જ