પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
સુખનાં તો સ્વપ્નાં જ


કિશોરને આ ઘર સ્વર્ગસદન લાગતું હતું. ગંગાને આથી વિશેષ સુખની અભિલાષા નહોતી અને ખરે જ એમના સુખમાં કંઇ પણ ઉણું હતું નહી. સ્વર્ગ જેને કહેવામાં આવે છે તે શું કંઇ બીજું હશે વારુ? એ જ સ્વર્ગ હતું, જ્યાં દુ:ખ નહોય ત્યાં જ સ્વર્ગ છે ! જે સદનમાં સદા હર્ષમાં કિલ્લોલ કરનાર સુજ્ઞજનો વસે છે ત્યાં સ્વર્ગ શિવાય બીજું છે શું?



પ્રકરણ ૨૨ મું
સુખનાં તો સ્વપ્નાં જ

કિશેારલાલ સ્વર્ગનું સુખ ભેાગવતો હતો પણ સુખ પછી દુઃખને આવતાં વિલંબ લાગતો નથી. ઈશ્વરની પણ એવી ઈચ્છા જોવામાં આવે કે મનુષ્ય પ્રાણીને સર્વકાળ એક જ સ્થિતિમાં રાખવું નહિ.

ગંગા ને કિશેારની જોડી અનુપમ હતી ને એ લાવણ્યવતી તરુણીએ પોતાનો સંસાર એવો તો ઉત્તમ પ્રતિનો રાખ્યો કે ઘણી જલદીથી વાણિયાની ન્યાતમાં તે એક દૃષ્ટાંતરૂપ થઇ પડી. ઘર તો ગંગાનું, વ્યવસ્થા તો ગંગાના ઘરની, જ્ઞાન તો ગંગાનું, પત્ની તો ગંગા, વહુવારુ તો ગંગા ને સર્વ બાબતમાં ગંગા જ વાણિયા જ્ઞાતમાં એક અનુપમ સુંદરી તરીકે પૂજાતી હતી. કદીમદી કોઇ સ્થળે ગંગા જતી ને લોકોના જોવામાં આવતી હતી, તો તેઓ તરત આંગળીથી તેને બતાવતા હતા, તે એટલે સુધી હોંસથી કે બૈરાંઓ બધાં ગમે તે નિમિત્તે તેની સાથે વાતે વળગવાને તત્પર થતાં હતાં. લાડ, પોરવાડાદિ બીજી જ્ઞાતની સ્ત્રીઓ વખત બે વખત તેને મળવા જતી હતી, ને ત્યાં તેના ઘરની રીતિ, વૃત્તિ ને કૃતિ જોઇ પોતાને ત્યાં તે પ્રમાણે સુધારો કરવાને તત્પર તો થતી, પણ શરીરમાં કંઇ ગાડે ગાડાં આળસ સમાયલું તેથી ઘેર આવ્યાં કે જ્યાંના વિચાર ત્યાં જ રહેતા હતા. ગંગાનાં દાસ દાસીઓ જે વિવેકથી