પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
ગંગા-ગુર્જર વાર્તા

વિરદ્ધ છે. પણ બીજા લડવૈયાઓ તો એકના બે થયા નહિ. ન્યાતમાં હા ને મારા મારીનું જોર ફાવે છે, પણ વાજબી દલીલો કદી પણ ફાવતી નથી. પંચાત ભેગી કરવામાં આવી. ત્યાં કિશોરે આવીને ઘણા ડહાપણથી જવાબ દીધો, કે ન્યાતથી કોઇ પણ માણસના ખાનગી કામો, વચ્ચે અવાય તેમ નથી. ન્યાતનું કામ એટલું જ છે કે કે ખોટે રસ્તે વરતે તો તેને શિક્ષા કરવી, પણ માત્ર જે સાંભળેલી વાત છે, ને ગામગપાટા છે તેપર અનુમાન બાંધીને કોઇપણ ગૃહસ્થને પીડવું એ સારા ગૃહસ્થને શોભતું નથી. આટલું બોલતાં તો લુચ્ચા માણસોએ મોટો પોકાર કરી મૂક્યો, ને તેઓ એમ જ લઇ બેઠા કે અમોને નાલાયક માણસ કહીને ગાળો ભાંડી. એ તો એણે સઘળી ન્યાતનું જ અ૫માન કર્યું, તેથી જ્યાંસુધી એને શિક્ષા કરવામાં આવે નહિ ત્યાં સૂધી અમે તો હાટકેશ્વર મહાદેવના દેવાલયમાં લાંઘણાં ઘાલીશું. એ વકીલ છે શું ડરાવશે કે ? આમ જોરપર આવેલા લુચ્ચાઓએ તેને ઘણો પજવ્યો ને પછી જ્યારે કાંઇ નહિ ફાવ્યું ત્યારે મારામારી કરવા ઉઠ્યા. કિશોર આવો મામલો જોઇને ત્યાં ઉભું રહેવું યોગ્ય નથી એમ ધારીને પંચાત માંથી ચાલ્યો ગયો.

કિશેાર ન્યાતના જુંગાઓથી ડરીને પંચાતમાંથી ચાલ્યો ગયો, પરંતુ આ લાગવગે ફાવી ગયેલા લુચ્ચાના સરદારોએ તેને છોડ્યો નહિ. બીજે દિવસે એકદમ તેનાપર માજીસ્ટ્રેટને ત્યાંથી સમન્સ લીધા ને કંઇ પણ ડર્યા વગર કિશેાર સામો થયો. તેનાપર કામ ચાલવા માંડ્યું અને બે ચાર તે લુચ્ચાના સાથીએાએ આવીને કસમપર, હાડોહાડ જુઠ્ઠી જુબાની આપી. બ્રિટિશ રાજ્ય ગમે તેવું ન્યાયી છે, છતાં તેમાં જે ગુંચવણો સમાયલી છે તેવી બીજે સ્થળે નથી, તેને ન્યાય પવિત્ર ને સીધો હશે ખરો, પરંતુ જો ચાર લાગતા વળગતાએ સંપ કરીને આબાદ જુઠ્ઠી સાક્ષી પૂરી તો પછી જોઇ લો તમાશો ! ખરેખરો નિરપરાધી એકદમ સપાટામાં આવી જાય. આ જ પ્રમાણેનો મામલો કિશોરનામાં