પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
બીજી વિપત્તિ


બન્યો. કંઈ પણ 'પ્રાઈમાફેસી' નહિ છતાં માજીસ્ટ્રેટે પડેલી જુબાની પરથી તોહોમત ઘડીને એકદમ એ કેસ સેશન કમીટ કીધો. માજીસ્ટ્રેટ પણ અક્કલના ખાં પડેલા એટલે તેમણે એમ બતાવ્યું કે અમે મુંબઈના વકીલડાઓથી ડરીએ તેવા નથી.

ગંગા અને કિશોર ગમે તેટલાં ડાહ્યાં ને સમજુ હતાં, છતાં આવો મામલો જોઇ ઘણાં ગભરાયાં. કેસ તો સાધારણ મારામારીનો હતો, છતાં તેઓ બીધાં. “કોરટ, સોરત ને ઓરત, એ ત્રણેનો વિશ્વાસ નહિ.” તેથી પોતાની તરફથી સેશનમાં એક બારીસ્ટર કિશેારે બેાલાવ્યો, ને તેણે કેસનો પ્રારંભ કરતાં તેના ભાષણથી જ જજ્જે કેસ કાઢી નાખ્યો. આટલું છતાં પણ જે ખર્ચ થયો તે માથે જ પડ્યો. ન્યાતના સગાઓ હાર્યા પછી પાછી પંચાત બોલાવી, પણ એકાદ બે સારા આસામીઓ વચ્ચે પડ્યા ને એકદમ તે લુચ્ચાઓનો દંડ લીધો. કિશેાર સાથે વાતચીત થતાં તેણે જણાવ્યું કે શાસ્ત્ર આજ્ઞાની બહાર તે એક પગલું પણ ભરે તેમ નથી ને ભરશે પણ નહિ. આ તેનો દૃઢ ઠરાવ જોઇ ન્યાતના ધર્માંધ મનુષ્યો પણ તેનાપર ખુશ ખુશ થઈ ગયા.

આટલું થયા પછી પોતાની નાની બહેન મણિનાં લગ્ન કીધાં. આ વેળાએ વરવાળાએ મહારાજને વરકન્યાનો હાથેવાળો મળતો હતો તે વેળાએ બોલાવવાનો આગ્રહ ધર્યો, પણ તે એકનો બે થયો નહિ. સર્વ રીતે સાંગોપાંગ વિવાહ સમારંભ પાર પડ્યો. આ લગ્ન પ્રસંગે ગંગાએ ઘણીક રીતની કઢંગી રીતો પોતાને ત્યાંથી કાઢી નાખી ને એક નવી જ પદ્ધતિથી લગ્નની રચના કીધી હતી.



પ્રકરણ ૨૩ મું
બીજી વિપત્તિ

પાછું સઘળું સ્વસ્થ થયું ને ગંગા કિશેાર આનંદથી પોતાનો કાળ ગુજારવા લાગ્યાં. કશી પણ પાંતીની અત્રે હવે ન્યૂનતા નહોતી ને કિશેારની પ્રતિષ્ઠા ઘણી વધવા માંડી હતી. ગંગા ને કિશેાર નિરંતર