પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
ગંગા - ગુર્જર વાર્તા

વિનોદથી દિવસ ગાળતાં હતાં. એકપાસથી તારાગવરી ઘરમાં દોડાદોડ કરી મૂકતી હતી. સાંઝના કિશેાર ઘેર આવે કે તારી દોડીને 'બાપુજી બાપુજી' કહી ગળે વળગીને શોર બકોર કરી મૂકતી તેને માટે કિશોર એક મનોરમ્ય મેના લાવ્યો હતો, તેને ને તારીને ઘણું હેત બાંધ્યું હતું. કિશેાર આવ્યાની પહેલી ખબર મેના તારીને આપતી હતી તેથી તારી દોડીને બારણા નજીક જતી હતી. ગંગા પોતાના પ્રિયપતિને આનંદ આપવામાં કશી મણા રાખતી નહોતી. કદી પણ આ સ્વર્ગ ભુવનમાં વિવાદ તો જણાતો જ નહિ, તો પછી ક્લેશ કે ટંટાનું નામ પણ ક્યાંથી હોય ?

એક દિવસે કિશેાર કોરટમાંથી સાંજનો આવ્યો, ને રાત્રિનું જમણ કરીને પોતાના બાગમાં વીણા લઈને બજાવતો હતો. સામે ગંગા બેસીને ઝીણા સુસ્વરે દયારામભાઈની ગરબી ગાતી હતી, ને તેની પ્રેમાળ વાણીના સ્વરની ધૂનથી વીણાએ ખૂબ ઘટા છાઇ દીધી હતી. રાત્રિ ઘણી સુંદર હતી, ને સઘળે શાંત હતું. આકાશના તારા શિવાય બીજું કશું અજવાળાં જેવું નહોતું, ને જ્યાં આ લાવણ્યમય રૂપસુંદરી ને તેનો કંથ બેઠાં હતાં, ત્યાં પણ કોઈ જાતનું અજવાળું નહોતું, તારી પહેલે તો દોડાદોડ કરતી હતી, ઝાડનાં કુડાંમાંથી ફૂલો ચૂંટતી હતી, અને કદી ઘરના પાછલા ભાગમાંથી એક દીવાનો પ્રકાશ જે પાસેના ઓટલાપર પડતો હતો ત્યાં જઇ પોતાની છાયા સાથે ખેલતી હતી, પણ અંતે તે થાકી ગઇ ને બાજુએ ઉંઘી ગઇ. ઘરની દાસીએ ને રસોઇઆઓમાંથી કોઇ ખાતાં હતાં ને કોઇ પરવારી ગયાં હતાં, અને કોઇ ગપ્પાં મારતાં, તેનો ધીમો અવાજ કદી કદી ત્યાં સંભળાતો હતો, તેમ કોઈ પડોસમાં રહેનારા છોકરાઓ પોતાનો પાઠ તૈયાર કરવામાં રોકાયલા તેઓ કવિતા મોઢે કરતા તેનો સ્વર કદી મોટેથી તો કદી ધીમેથી સંભળાતો હતો; એ શિવાય બીજો કોઈ પણ જાતનો ત્યાં ઘોંઘાટ નહોતો. કિશેાર પોતાની વીણા સુંદર રીતે બજાવતો હતો, ને ગંગાએ સંગીતથી એવી તો મિલાવટ કીધી