પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
ગંગા–ગુર્જર વાર્તા

દિવસે હેમચંદ્રને એક ચિઠ્ઠી મોકલી પોતાને બંગલે બોલાવ્યો. હેમચંદ્ર ચિઠ્ઠી વાંચી ઝટપટ આવ્યો ને ગંગાને મળ્યો.

“આ૫નું એક કામ પડ્યું છે.” ગંગાએ કહ્યું, “તમે મારા દિયર છો, અને અમારા કુટુંબ પ્રત્યે ઘણી મમતા બતાવો છો, તેથી આટલી તસ્દી આપી છે. જો કોઇ બીજો હાજર હોત તો તમોને શ્રમ આપત નહિ.”

“હું પણ એમ જ જાણું છું કે તમે મારા વડીલ બંધુનાં પત્ની છો એટલે અમારે માતા સ્વરૂપ છો. તમારા બીજા દિયરજી સાથે વાતચીત કરો તે પ્રમાણે મારી સાથે વાત કરશો તો હું મને ઘણો ભાગ્યવંત ગણીશ. ભાભી સાહેબ, શી આજ્ઞા છે? જરા પણ શરમાયા વગર કહો !"

“તમે સુરત જશો ?”

“ઘણી ખુશી સાથે, તમારા બોલવાનો મારાથી કદી પણ અનાદર થશે નહિ, ત્યાં શું કામ છે ?”

“અમારાં પૂજ્ય સાસુજી તાવ ને સંઘરણીથી ઘણી પીડા ભોગવે છે, તેમને અત્રે લાવવાં છે. તેમની દવા અત્રે જ થાય તો ઠીક પડે એ મારો વિચાર છે.”

“એ બાબત તમે નિશ્ચિત રહો, ગંગા ભાભી, કિશોરનાં માતુશ્રી, તે મારાં જ માતુશ્રી છે, એમાં તમારે કંઇ પણ સંકોચ પામવાનું કારણ નથી.” આટલું બોલીને હેમચંદ્ર તરત જ ઉઠીને પોતાને ઘેર ગયો, અને તે જ રાત્રિના સુરત જઇને ત્રીજે દિવસે સવારના લલિતાબાઇને તેડી લાવ્યો. ઘણીક રીતે પ્રથમ તો લલિતાબાઇએ ના કહી, અને ગંગા સુરત નહિ આવી તે માટે ઘણી ફફડી બબડી, પણ હેમચંદ્રે ઘણા ડહાપણથી તેમનું સમાધાન કીધું. આ વખતે લલિતાબાઇ સાથે વેણીલાલની ધણીયાણી વેણીગવરી, નાની નણંદ મણીકોર, ને મસીઆઈ રતનલાલની ધણીયાણી નવી વહુ આદિ સઘળાં આવ્યાં હતાં. પણ તુળજાગવરી આવી નહિ. હેમચંદ્ર ગયો તે જ દિવસે તુળજાગવરીને ઘણું સમજાવીને