પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
વિપત્તિપર વિપત્તિ

સાથે આવવા ગંગાએ પત્ર લખ્યો હતો, પણ તે દુરાગ્રહી હોવાથી કોઇનું પણ માને તેવી નહોતી, ને તે નહિ આવી તેથી ગંગા ઘણી ગમગીન થઇ. તુળજા પ્રત્યે ગંગાને ઘણો ભાવ હતો. તેઓ અસલથી જ એક બીજાને ચહાતાં હતાં, ને આજે ઘણો સમય વીતી ગયો તેટલું છતાં તેઓ મળ્યાં નહોતાં. વળી હમણાં પોતાના સાહેબ સાથે ગંગાના જ્યેષ્ઠ પણ મુંબઇમાં જ હતા. તેઓ માટુંગે હતા ને આ વેળાએ ખાવેપીવે ઘણી હેરાનગતી ભોગવવી પડતી હતી. તુળજાગવરી આવી હોત તો તેમને પણ સુખ થાત. પણ હાલ તરત એ બાબત એને વિચાર કરવાનો સમય નહોતો. સાસુજી આવ્યાં તેમને ઘરમાં લાવી, તેમને માટે એક અલાયદો ઓરડો તૈયાર રાખ્યો હતો, તેમાં ઉતારો આપ્યો; ને એક નોકર વધારે રાખીને તેમની હજુરમાં મૂક્યો, વેણીગવરી, મણિ તથા મોહનલાલની સ્ત્રી એઓને પણ ઘરમાં લાવીને ઉતાર્યાં ને તેમની સારી રીતે આગતાસ્વાગતા કીધી. વેણીગવરીને તથા રતનલાલની સ્ત્રીને એક એક દીકરી હતી, એટલે ઘરમાં તો વસ્તી વસ્તી થઇ રહી. તારી થોડો વખત તો એકલી જ ખેલ્યા કરતી હતી, પણ પછી જેમ બીજાં છોકરાં ઝટપટ ભેળાઇ જાય છે તેમ ત્રણે છોકરીઓ રમવા મંડી ગઇ. આજે તારીની તબીયત સારી હતી, તેથી તે પહેલાં વેણીગવરી પાસે ગઇ, પણ પછી ઝટ તે એને છોડીને બીજાં છોકરાં સાથે રમવાને દોડી. પોતાની મધુરી મધુરી વાણીનું છોકરાંઓનું બોલવું ઘરમાં ગમ્મતનું સ્થળ થઇ પડ્યું હતું. તારીએ તો તોતડી વાણીમાં બીજાં છોકરાંઓને કહ્યું કે “હું માલાં લમકલાં લાઉં” એમ કહી તે બીજા ઓરડામાં દોડી અને ત્યાંથી પોતાનાં લાકડાનાં રમકડાં તથા બીજા ખેલવાના પદાર્થો લાવી સઘળાં રમવાં બેઠાં.

તરત જ મોટા ભાઇ માટુંગાથી આવી પહોંચ્યા. આ સઘળા સાથમાં તેણે તુળજાગવરીને નહિ જોઇ એટલે ઘણો દિલગીર થયો, પણ નિરુપાય હતો એટલે કંઇ પણ બોલ્યો નહિ, તેણે પોતાની મા આગળ જઇને