પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
ગંગા-ગુર્જર વાર્તા


“ઘણું રુડું, પણ ભાઈજી, જો ભાભીજીની તબીયત સારી ન હોય કે મુંબઈ આવવાને રાજી નહિ હોય તો આગ્રહ કરતા નહી. છો સુરત રહેતાં. અમે ક્યાં મુંબઈમાં ઓછાં છીએ. આ સઘળાં અહીં છે કેની ? એટલે માજીને કોઈ પાંતીની હરકત નડશે નહિ. ભાભી આવવાને રાજી હોય તો મોકલજો, ને તમને અડચણ પડતી હોય તો સાથે તેડતા જજો, પણ તેમને કંઈ પણ વધુ કહેતા નહિ.”

કેશવલાલ તો આ ભાષણ સાંભળી દંગ થઈ ગયો. ગંગાના ગુણની પ્રશંસા કરવા જતો હતો, તેટલામાં સાસુજી બૂમ મારે છે, એમ આવી વેણીગવરીએ કહ્યું ને પોતાનાં જ વખાણ પોતાના જ મોંપર સાભંળવાને ગંગાને જે અપ્રેમ હતો તે અણગમાની તક આવી નહિ. તે રાત્રિના કેશવલાલ પોતાની માતાને મળી સુરત ગયો.




પ્રકરણ ૨૫ મું
સાસુ સેવા

સમયે ગંગાના ઘરમાં નાનાંમોટાં નવ માણસો હતાં, પણ લલિતાબાઈની ચાકરી કરનાર કાઈ નહોતું. મુંબઈની સહેલ સપાટા જોવામાં અને મઝા કરવામાં વહુઓ મંડેલી હતી. સધળી પીડા બાઇ ગંગાને માથે જ હતી. ડાક્ટરની મરજી પ્રમાણે અખંડ રાતદહાડો પોતાની સાસુ પાસે બેસતી હતી, ને ઔષધ કે પાણી વગેરે તે આપતી હતી. જો કે સાસુજીનો કટકટીઓ સ્વભાવ કંઈ મટ્યો નહોતો તથાપિ એ તો ખરા તન મનથી ચાકરી કરતી હતી. કિશેારની ગેરહાજરીમાં હેમચંદ્ર વળી પોતાના કૉલેજના વખતમાંથી પરવારતો ત્યારે તેને ઘેર આવીને બેસતો હતો. થોડા દિવસમાં તે વેણીગવરી, કમળી મણીકોર તથા રતનલાલની નવી વહુ સાથે સહવાસમાં આવ્યો અને ત્યાર બાદ તે સર્વમાં મળી જઈને લલિતાબાઈની ચાકરીમાં એક પુત્ર પ્રમાણે રોકાતો હતો. રાત ને દહાડો ગંગા સાસુસેવામાં રોકાતી તેટલો જ