પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
એ શું થયું?


તેટલામાં વેણીલાલ પણ આવી પહોંચ્યો હતો ને તે પોતાની માના આ સમાચાર જાણતાં જ દિગ્મૂઢ જેવો બની રહ્યો હતો. કેશવલાલ ફિકરમાંજ ગુંથાઇ ગયો, કેમકે અત્યાર સુધી તેને ઘરની ફિકર નહોતી, ને કિશેારને માથે સઘળું હતું, તે પણ હવે કેમ થશે, સહુ સંપ રાખીને રહેશે નહિ, તેની ફિકર તેને પડી. વેણીલાલને કેદખાનામાં પણ નહોતું તેવું દુ:ખ આ વખતે ઉત્પન્ન થયું.

ચૈતન્ય રહિત શબને છાણ માટીથી જમીનપર ચોકો કરીને સૂવાડ્યા પછી પ્રાણપોક મૂકીને સર્વે ઘરમાંથી બહાર નીકળ્યાં. ન્યાતીલાં ને સગાંવહાલાંઓ આવી પહોંચ્યાં. પછી કરકટી બાંધી શમશાન લઇ ગયા. અબોલ કેશવલાલે આગ મૂકીને પોતાનું પુત્ર તરીકેનું ઋણ અદા કીધું. સ્નાન કરી પાછા ઘેર આવ્યા, તો પણ કમળીનું કકલાણ શમ્યું નહોતું. કિશેાર ને કેશવલાલે ઘણું સમજાવી તેને શાંત પાડી. દશા, અગિયારમું, બારમું વગેરે ક્રિયા કરીને કેશવલાલ તુળજાને તેડીને પોતાની નોકરી પર ગયો. વેણીલાલને સુરતની અદાલતમાં નોકરી અપાવી તેથી તે સુરત રહ્યો, ને ગંગા, કમળી ને કિશોરલાલ પાછાં મુંબઇ આવ્યાં, બધાથી નાની દીકરી પોતાને સાસરે ગઇ.

પ્રકરણ ૨૭ મું
એ શું થયું?

લિતાબાઈના મરણને ઘણો લાંબો સમય વીતી ગયો છે. કમળી ઘરમાં આવીને રહી છે, પણ તેની તબીયત સારી થવાને બદલે વધારે વધારે બગડતી જાય છે. તેનાં મોંપર તેજ હવે રહ્યું નથી ને તે ખરેખરી તરુણાવસ્થામાં બુઢ્ઢી ડોસી જેવી જણાય છે, ઘરમાં કામકાજ કરે છે, ને પોતાની ભાભીને કશી પાંતીએ ઇજા આવવા દેતી નથી, પણ તેના કામમાં કંઇપણ ઢંગધડો હોતો નથી. મોતીલાલ ઘણો વખત થયાં કિશોરને ત્યાં આવતો બંધ થઇ ગયો છે. કંઇ તેને પોતાને અપમાન