પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
ગંગા-ગુર્જર વાર્તા


બીજા માટે બાળવામાં આવ્યાં. સધળા શોક કરતા ઘેર આવ્યા. કિશોરના મિત્રોએ તેને ઘણો દિલાસો આપ્યો, પણ તેની પોતાની બહેન પ્રત્યે અગાધ પ્રીતિને લીધે તે કેટલાક દિવસ સુધી શાંત થયો નહિ. દશ દહાડામાં તો ગંગાનું મુખડું કરમાઇ ગયું ને તેની કાંતિ ઘણી ક્ષીણ થઈ ગઈ. આવી તેની સ્થિતિ જાણીને તેનો બાપ તેને મળવાને આવ્યો; ને બંને જણને પોતા સાથે પૂને લઈ જવાનો આગ્રહ કીધો, પણ તે કોઈએ માન્ય કીધું નહિ. તે ચાર પાંચ દિવસ રહ્યો ને પછી ઘણો દિલાસો દઇ પાછો ગયો.

કમળીના મૃત્યુ પછી એકાદ માસે સવારના તે જ રામા ધાટીએ કિશેારના હાથમાં એક પાકીટ લાવીને મૂક્યું, ને જણાવ્યું કે તે કમળી બહેનના ટેબલપર બીડેલું પડેલું હતું, એ પાકીટમાંથી બે પત્રો બીડેલા મળ્યા, તેમાં શું હતું ?




પ્રકરણ ૨૮ મું
બે પત્રો !

પત્રોમાં શું હતું ? કિશોરલાલે પહેલે તે પત્ર તપાસ્યો, પણ એ ઉપરથી તે કંઈપણ અનુમાન બાંધી શક્યો નહિ. કમળીનું ને સાથે લાગું મોતીલાલનું મૃત્યુ ઘણું સંશય ભરેલું હતું, અને કંઇ પણ શોધ ખોળ કરતાં પત્તો હાથ લાગે, એવું કિશેાર ધારતો હતો, પણ જ્યારે કશો જ પત્તો હાથ લાગ્યો નહિ, અને કોઈપણ રીતે આ ગુહ્ય મૃત્યુની બાતમી મળે તેવું જણાયું નહિ ત્યારે તે નિરાશ થઇને બેઠો. આ પાકીટમાંથી કંઈપણ ખુલાસો મળશે એવું ધારીને એણે તે ફોડ્યું તેમાંથી બે જુદા જુદા પત્રો મળ્યા, એક કમળીનો લખેલો હતો, અને બીજો મોતીલાલનો લખેલો હતો. મોતીલાલનો પત્ર નીચે પ્રમાણે હતોઃ “કમળા-આ૫ણા મેળાપને તથા આપણો પત્ર વ્યવહાર બંધ થયાને ઘણો કાળ વીતી ગયો છે, તો હવે આ મારો છેલ્લો પત્ર, જે