પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
ગંગા - ગુર્જર વાર્તા

વચ્ચે આવે છે - નડે છે - પડે છે - સહેવાય છે - તે સર્વ મોકલવામાં તે ઇશ્વરનો અદૃશ્ય હાથ છે - કે જેનાં ડહાપણ, દીર્ઘદૃષ્ટિ અને જ્ઞાનનો કશેા પાર નથી - ને પોતાના ઉત્પન્ન કરેલા પ્રાણીઓના સુખપર જેની સદા નજર છે.

“શાંતિ ! એ જો કદી સર્વ દુઃખને નાશ કરવાવાળી હોય તો તે શાંતિ હવે મારામાંથી જતી રહી છે અને નિરાશ થયા પછી કોઈપણ પ્રકારની શાંતિ રહે ખરી ? ધારતી જ નહિ કે તે રહેશે. જે સુખશાંતિ હવે દુનિયા કદી પણ આપી શકવાની નથી - ને જે તે દુનિયાયે છીનવી પણ લીધી નથી તો તે પુનઃ પ્રાપ્ત કરવા માટે વલખાં મારવાં એ વ્યર્થ જ છે. જ્યારે નસીબનું ચક્ર અવળું ફરે છે, ત્યારે પૃથ્વીમાંથી છીનવી લેવાયલું સુખ પાછું મળતું નથી. હવે તો માત્ર મારે તારું સુખ તપાસવાનું છે - અને જે સદ્ગુણ, આનંદ, જ્ઞાન અને ધર્માસ્થા મારે લીધે તારા હૃદયમાંથી નાશ પામી છે, ને તારા હૃદયમાં કોઈ બીજાની - કહેવા દે કે - તારા બંધુની મૂર્તિ કોતરાઇ રહી છે, તે જતી રહે ને તારા સદ્ગુણો - એનો જો પરચો તેને આપનાર થઇ પડું તો કેવું રૂડું ! – તારા હૃદયમાં પૂર્વ જેવી ધર્માસ્થા દૃઢ થાય તે માટે મારી આશા મોટી છે. પણ રે હૃદય; હવે તું શા માટે રડે છે ? હવે તો બેશક તારી પ્રીતિને માટે મરવું જ પડશે.

“તારો મોતી હજી મુવો નથી, તેથી આશ્ચર્ય પામતી નહિ ! પણ કદાચિત્ પ્રભુની એવી જ ઇચ્છા હશે કે આપણ બન્નેનો અંત એક જ ક્ષણે આણવા, બંનેનો સાથે અગ્નિદાહ દેવો, ને તેથી હું મૃત્યુને પામી દુ:ખી નહિ હોઉં ! ! તારો પત્ર વાંચું છું ને હાથ ધ્રૂજે છે, હૃદય કંપે છે પણ મારી સ્નેહાળ ! હવે આપણે એક બીજાનાં સ્નેહી હાલ નથી એવી આશાથી જ સઘળા પૂર્વના વિચારોનો નાશ કરીને સ્વસ્થ થઇ બેસું છું - જો કે એ વિચાર કરતાં મારાં નેત્રોનો ધેાધવો બંધ