પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
ગંગા-ગુર્જર વાર્તા

ભૂલતો નથી ને તું પણ મને ભૂલતી નહિ ! આ ક્ષણ જાય છે તે બસ - હવે આપણે મળવાનાં નથી - પણ મળીશું - બીજી દુનિયામાં ફરીથી મળીશું - રામ રામ !”

મોતીલાલના મૃત્યુ પહેલાં થોડા કલાક આગમ જ આ પત્ર તેણે કમળા પ્રત્યે લખ્યો હતો. એક ચાકરને તુર્તાતુર્ત આપવાને તાકીદ કરવાથી તે કિશોરલાલને ઘેર આવ્યો. સારે નસીબે કમળી બારણામાં ઉભી હતી, તેને તે પત્ર આપીને ચાકર ચાલ્યો ગયો. ધ્રૂજતે હાથે ને કંપતે હૃદયે કમળીએ તે પત્ર હાથમાં લઇ પોતાના ઓરડામાં જઇ વાંચ્યો. તે ઘણું રડી ને શું કરવું તે સૂઝે નહિ. ધ્રૂજતાં ધ્રૂજતાં તે ઉઠી ને નીચેનો પત્ર મોતીલાલને મોકલાવાને માટે લખી કાઢ્યો, ને પાકીટમાં તેનો પોતાનો પત્ર પણ સાથે બીડ્યો :-

“અહો મોતી ! મારા રક્ષક ! નેત્ર ! અફસોસ ! તું હવે ગયો ! પત્ર વાંચતાં નેત્રોમાંથી જે ઊના ઊના પાણીનો ધોધવો વહેવા માંડ્યો છે, તે હવે ભાગ્યે ખળશે. મારું હૃદય ચૂર્ણ થયું છે, તે છે કે નહિ માટે જ મને શંકા છે; ને મારા હાથ થરથર ધ્રૂજે છે કે હું એમ લખું કે, મારું જેનાપર જીવન હતું તે સદાને માટે – આ ક્ષણભંગુર માયિક સુખ તજીને ગયો ને જેને માટે હવે હું કંઇ જ સાંભળવાની નથી, તેમને સદાની સુવાડીને ગયો !

“રે હવે હું શું કરું? જે દેવે મને ત્રાસદાયક દુઃખ દીધું છે - તે દુઃખમાં મારા એક ડાહ્યા, વિદ્વાન અને સદ્દગુણસંપન્ન સાથીને તેડીને વધારો કીધો છે ! આ જગતમાં તેની તુલનાએ કોણ છે ? રે ! રે ! મારા જેવું દુ:ખી પ્રાણી આ ભૂમિમાં કોણ હશે ? મારો આનંદ તો સદાને જ ગયો છે, મારું અંત:કરણ તો બહેર મારી ગયું છે, મારી જ્ઞાનેંદ્રિયો જતી રહી છે, તેમાં જે મેં વાંચ્યું તે શું છે તે સમજાય તેવું નથી. હવે એ બધી વાતો - પત્રો - મને કંઈ સુખ આપવાના નથી, ને કંઈ સંપત્તિવાન્ કરવાનાં નથી; તેમ જ જે પત્રો મને