પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
ગંગા–ગુર્જર વાર્તા


આ પત્ર વાંચી ખરેખરું કારણ, આ બંનેના મૃત્યુમાં કયું હતું તે જોવામાં આવ્યું, કિશેાર ઘણો દિલગીર થયો, કેમકે કમળી ને મોતીલાલ બને એને પ્રાણથી અધિક હતાં. તેણે ડોકું નીચે નાખી દીધું, પણ તેટલામાં ગંગા આવી, તેને સાવધ કરી હાથમાંના પત્રો વાંચ્યા. તે ઘણી દિલગીર થઈ અને પોતાની મોટી બહેનને માટે ઘણો જ વિલાપ કર્યો.
પ્રકરણ ૨૯ મું
તારી

સંસારમાં અનેક પ્રકારની દુગ્ધા છે, ને તેમાં પડતા ઉપરાચાપરી મારો સહન થાય તેવો કવચિત્ જ હોય છે. સુખ પછી દુ:ખ ને દુ:ખ પછી સુખ. અસ્તનો ઉદય અને ઉદયનો અસ્ત. દુનિયાની ઘટમાળા ફર્યા જ કરે છે. નાયિકા ગંગા એક અતિ ઉત્તમ સુંદરી છે - તેના સદ્દગુણોનું વર્ણન કોણ કરી શકે તેમ છે ? તે પ્રેમમાં પૂરી છે, નીતિમાં દૃઢ છે, વિવેકમાં ચતુર છે, મર્યાદામાં મહાદેવી છે, ગૃહકાર્યમાં ગુણવતી છે, કિશેારલાલ ને ગંગાનું જોડુ ઘણું સુખી ને લોકોને ઈર્ષા આપે તેવું છે, પણ તેમના પર પડતી વિડંબનાઓ નહિ સહન થવાથી બંને જણ ઘણાં હીજરાઈ ગયાં છે. કોઈપણ તનનું સાથી દિલાસો આપવા જોગ પાસે નથી. ને શોક-ફિકરથી બંને જણાં શરીરે નબળાં થઈ પડ્યા છે તેમાં કર્મધર્મ જોગે સૌથી નાની બહેન મણીપર પણ કમનસીબ દૈવે કેાપ કીધો, તેથી તે હમણાં વિધવાવસ્થામાં કિશોરના ઘરમાં આવી છે. તેના સાસરિયાં ઘણાં કપાતર નીકળ્યાં હતાં, ને તેના ધણીના મરણ પછી તે બાપડીને ઘણી સંતાપવા લાગ્યાં. અનેક પ્રકારનાં મહેણાં ટુંણાં મારતા હતાં. “એ તો કપગલાંની આવી તે રાંડે મારા દીકરાને ખાધો.” “એ તો ચપ્પટ પગલાંની છે તે ચપ્પટ કરશે;” “રાંડો ભણી ગણીને હવે, તાયફાનો ધંધો કરનારીઓ છે તેને ધણીનું મોઢું કેમ ગમે, ને પરમેશ્વર, પણ તેવું જ કરે તો !” એમ ભાતભાતનાં ને વિવિધનાં મહેણાં ઓઠાં ને