પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
ગંગા-ગુર્જર વાર્તા

અને અશ્રુનું પડવું એવું તો કારી હતું કે, કોઇનું પણ હૃદય ભેદાઇ ગયા વિના રહે નહિ. ગંગા પોતાના ખેાળામાંથી તારીને કેમે કરી મૂકે નહિ, પણ અંતે રસોઇયાએ તેના ખોળામાંથી ખેંચી લીધી ને ઘરમાં લઇ ગયો. પછી રીત પ્રમાણે એ મનોમોહક રમકડાંને જમીનપર લાંબું છટ સૂવાડ્યું. અહા ! શી કુદરતે ઘડેલી આરસની પૂતળી ! નાજુક રમકડું ! જાણે તેના ગાલ હસતા જ રહી ગયા છે ! તે ગૌરી ! સુંદર પૂતળી ! જાણે હમણાં બેાલશે એમ આંખ મીચીને પડેલી છે !

આમ રડારોળ ચાલે છે તેવામાં કિશેાર આવી પહોંચ્યો. ગંગાને અત્યંત અશ્રુપાત કરતી જોઇ તે સ્તબ્ધ થઈ ગયો. તેનાથી બોલાય નહિ, ચલાય નહિ, ને શું થયું ને શું છે તેટલું પૂછવાની પણ શક્તિ ન રહી. તે કેટલોક વખત તો બારણામાં સ્તંભ માફક ઉભો રહ્યો, પણ જ્યારે તેની નજર તારીના ભોંય પર પડેલા શબ તરફ પડી, ત્યારે “શું મારી તારી ગઇ, હાય !” એવો ઘણો ઉંડો નિઃશ્વાસ મૂકતા તે પાસેના બાંક ઉપર પડ્યો, પહેલે ગંગા ઘણું રડી, પણ પછી તેનાથી નહિ બોલાયું કે રડાયું. કિશેાર ઘણો સમજુ, જ્ઞાની ને વિવેકી છતાં એટલું તો રડ્યો કે તેના કોર્ટના બીજા વકીલ મિત્રો તેને ધીરજ આપી શકવે અશક્ત બન્યા. તારીપર કિશેારને અત્યંત પ્રેમ હતો, ને તે એવું તે હાલતું ચાલતું રમકડું હતું કે, કોઈને પણ મોહ ઉપજાવ્યા વિના રહે નહિ.

તારી કે જેને જરાપણ ઈજા થતી તો કિશેાર ટળવળતો હતો, જેનો મોહક શબ્દ સાંભળી કિશેારને આનંદ થતો તે ત્રિભુવનમાં સમાય નહિ તેવો હતો, તે જ તારીને તેના પિતાએ ધ્રૂજતે હાથે-'અરે હજી જીવ તો નહિ રહ્યો હોય, બેાલશે તો નહિ' એવો સંશય છતાં જમીન ભેળી કીધી, તે કહેવાની હવે કંઇ જરૂર છે ખરી ?

* * * * *

ઘરમાં એક કોચપર કિશેાર પડેલો છે, ને બીજી તરફ ગંગા બેઠી છે. આજે કોઇ એમ કહેનાર નથી, કે “બાપુજી તમે શું લાવ્યા" “મને ચલ્લી અપાવોની,” “મેના, મેનાં હવે તું સૂઇ જા,” એવો શો