પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
ગંગા


શબ્દ સંભળાતો નથી. કોઇ આવીને એવી ફરીયાદ કરતું નથી કે “મને રામો ખાવાનું નથી આપતો.” કે નથી એવો ગીતનો નાદ સંભળાતો કે “રૂપાળી પોળીઓ મને શીખવો.” માત્ર ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો, ને એકેક ખૂણે આ શોકગ્રસ્ત દંપતી દુઃખસાગરમાં ડૂબતાં અશ્રુપાત કરતાં હતાં. તારીને માટે મણીએ વાળ પીંખી નાખ્યા, ને રામાએ ઘણો કલ્પાંત કીધો, પણ આ બન્નેએ તેવું કંઇ જ કીધું નહિ. તેમના અંતરના ઉંડામાં ઉંડા ભાગમાં જે કારી ઘા વાગ્યા, તે કદી રુઝાવા પામ્યો જ નહિ. મેનાએ આ વેળાએ જે કલાબકોર કરી મૂક્યો, તેનું તો કહેવું જ શું ! તે ઘરના ખૂણે ખૂણામાં ઉડે ને બૂમો મારે ને તેના આક્રંદ સાથે માથું ભોંય સાથે અફાળે ! એવો તે પક્ષીનો પોકાર જોઇને તથા “ઓ તારી, ઓ તારી;” એ સાંભળીને કોઇનું પણ હૃદય ભેદાયા વગર રહે તેમ નહોતું.

તારી કેમ હોજમાં પડી ગઇ ? તે બગીચામાં ફરતી ફરતી પોતાના હાથમાંની સ્ટીમર પાણીમાં તરાવાને ગઇ. થોડીવાર આમ તેમ ફેરવ્યા પછી સ્ટીમરમાં પાણી ભરાયું ને તે હોજને તળીયે બેઠી. તારી તે લેવાને હોજની પાળપર ટીંગાઈ ને ઉથલી પડી. હોજ ઉંડો હતો એટલે એ બાળકનું શું ગજું ? તે બૂડતાં બૂડતાં રડી, પણ અગાડી ઓટલાપર કોઇ હતું નહિ, એટલે સાંભળે પણ કોણ ?




પ્રકરણ ૩૦ મું
ગંગા

નુષ્ય પ્રાણીની વર્તણુકનું બંધારણ એવા વિચિત્ર પ્રકારનું છે કે, તે જેમ જેમ સુખ માટે શ્રમ કરે છે તેમ તેમ દુ:ખ હાજરાહજુર આવી ઉભું રહે છે ! ! કાં તો સુખની કીમત સમજવાને દુ:ખ મેાકલવામાં આવે છે, અથવા તો ઈશ્વરને ભૂલી નહિ જાય તે માટે તેને પ્રેરણા કરવામાં આવે છે. ગમે તેમ હોય, તોપણ દુ:ખ તે અંતે દુઃખ જ - તે