પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
ગંગા

લીધે બગડતી ગઇ , ને તે શાણી સદ્દગૂણી સુંદરીને માટે કિશોરને ઘણી ફિકર થઇ પડી. હવા ફેરફાર કરવાને બીજી જગ્યાએ લઇ જવાને કિશેાર ઘણો ઈંતેઝાર હતો, પરંતુ તેને કંઈ પણ રુચતું નહોતું. ચોમાસું ઉતર્યા પછી માથેરાન તેને લઈ જવામાં આવી. અત્રેનાં હવા પાણી માફક આવ્યાં ને કુદરતના દેખાવો ઘણા રમણીય થઇ પડ્યા. તે જોવા ને અવલોકન કરવામાં ઘણો ખરો શેાક ઓછો થતો ગયો. મણી પણ સઘળે સાથે હતી, ને તે પોતાની ભાભીની સંભાળમાં પૂરતી કાળજી રાખતી હતી. માથેરાનથી પાછા ફર્યા પછી ઘરની વ્યવસ્થા જેમ હતી તેમ ચાલવા લાગી. પણ જે મન એકવાર ચૂર્ણ થઈ ગયું હતું, તે શું શાંત થવા પામ્યું હતું ?

કિશેાર તો પાછો સ્વસ્થ થઈને પોતાના કામકાજમાં મંડ્યો, પણ તેવામાં ગંગા પાછી માંદી પડી. કિશેારને પોતાને ધંધે લાગવાનું ચિત્ત ચેાંટ્યું નહિ, તે સઘળે જ વખત ગંગા પાસે બેસી રહેતો હતેા. નિપુણમાં નિપુણ ડાકટરનું ઔષધ જારી કીધું, પણ કેટલેક વખત કશો આરામ થયો નહિ. ગંગાએ ઘણા આગ્રહપૂર્વક જણાવ્યું કે, હવે ધંધે લાગવામાં હરકત નથી, પણ કિશોરને ઘર બહાર પગ મૂકવાને હિંમત જ થતી નહિ. ઘણા ઉપચારે ગંગાને આરામ થયો ખરો, પણ તે જોઇએ તેવી હોશિયાર થઇ નહિ.

“હું ધારું છું કે હવે મારું શરીર સારું છે.” ગંગાએ એક પ્રભાતમાં કિશોરને કહ્યું.

“હા દેખીતું તો તેમ છે ખરું, પણ તારી મનની આરોગ્યતા સુધરી નથી ત્યાં સુધી કદી પણ મારાથી બહાર જવાય તેમ નથી.” કિશેારે જવાબ વાળ્યો.

“પણ તમે તમારું કોર્ટનું કામ કરશો તો કશી હરકત નથી. ધીમે ધીમે શરીર શક્તિ પણ આવશે, ને મન પણ સુધરશે. તમે મારા માટે ચિંતા ન રાખો. જુઓની મારે માટે ભાઇજી તથા ભાભીજી પણ