પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
ગંગા-ગુર્જર વાર્તા

પણ પ્રાણનાથ, જે કંઇ હું હમણાં તમોને કહું છું તે કંઇ એમ નથી કે માત્ર વહેમથી ઉત્પન્ન થયેલું પરિણામ હોય. માત્ર કંઇ અદૃશ્ય ઈશ્વરી ભવિષ્યકથન થયું હોય, તેમ મનના કોઇ ખૂણામાં એવી લાગણી ઉત્પન્ન થઇ આવી છે કે મારે માથે જે હવે પછી અરિષ્ટ આવવાનું છે, તેનું પ્રારંભ ચિહ્ન તે આ મારા મોગરાનું કરમાઇ જવું છે અને શું તમો એક દિવસ નહોતા કહેતા કે ઈશ્વર કોઇક શક્તિને એવી રીતે પ્રેરે છે કે જે કવચિત્ ભવિષ્યનું રડું ભુંડું ચિહ્ન દર્શાવે છે ? અને જે કંઇ અસર શરીરના તે છૂપા ભાગમાં થાય છે તે શક્તિનું જોર, યેાગ કે કોઈ બીજાને યેાગે, જ્યાં મનુષ્યની મન:શક્તિ પહોંચી શકતી નથી, ત્યાં મુખત્વે કરીને ઉત્પન્ન કરે છે ?” એક ઘણા જ ઉત્તમ પ્રતિના યોગની તકરાર ગંગાએ આણી, ને કિશેાર વિસ્મય પામ્યો.

“ચલ, ચલ, એવી ખોટી તકરારો નહિ કર, તારે તે માત્ર તારું શરીર સુધારવાનું છે, કંઇ યોગ ને બોગની તકરારો કરવાની નથી. એ તો હોય, ફૂલ ઘણું સારું હતું ને તે કરમાઇ ગયું, બીજું વાવજે, ને તે આબાદ થશે.”

“એમ નહિ બને !” કોઈ અજબ જેવા તોરથી ગંગા આઘી ખસીને બોલી, તે “વહાલું, ને પ્યારું તે પ્યારું ! એકવાર વહાલું ગણ્યું તે નહિ હોય તો પછી જીવાય નહિ, તો બીજીવાર વહાલું કોણ કરે ? મને મારા આવા ફૂલ વગર નહિ ચાલે; પણ હવે હું કદી પણ મેાગરો વાવીશ નહિ, અને ઉછેરીશ પણ નહિ. આજથી મેાગરો મને વહાલો નથી. અરે નહિ, પણ તેનું નામ નિશાન દઇશ નહિ, એ મારા પ્રેમની સીમા છે.”

“બહુ સારું, હવે ચાહનો સમય થયો છે, તો ચાલ આપણે એ બાબતપર કોઈ બીજે પ્રસંગે તકરાર કરીશું. પણ ખોટો વહેમ મનમાં રાખતી નહિ, એમ કરવાથી વળી શરીર વધારે બગડશે.”

ગંગા ઘણી દિલગીરીમાં જ લીન થયેલી કિશેાર સાથે ઘરમાં ચાલી,