પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ


તથાપિ તેના મનમાં જે ઉદ્વેગ, ભય, અનુકંપ ને શોક વ્યાપ્યો હતો તે મટ્યો નહિ. ઘરમાં જઇને ચાહ પીતાં પીતાં કિશોરે તેના મનને ધીરજ દીધી ને કહ્યું કે, “સહજ બાબતપરથી મનમાં એવા તર્કવિતર્ક ઉઠાવવા, એ કોઇ પણ દિવસે ખરા પડતા નથી. ઘણી વેળાએ એમ પણ બને છે કે, ખરાબ વિચાર આવ્યા પછી સારાં કામો-પરિણામો આવે છે. તેમ જે કારણથી શોક કરવાનું કારણ મળતું હોય, તે કારણ સારામાટે પણ હોય. નરસું થાય તે સારાને માટે હોય છે, એવું તમે જાણતાં નથી કે શું ?”

“હાં જાણું છું, પણ એવું કેટલી વેળા બને છે ? ભાગ્યે હજારમાં એકાદ વેળા, ને તે પણ સંજેગાસંજોગના કારણથી જ.” ગંગાએ જણાવ્યું કે, “એવા અનેક પ્રસંગો મને યાદ છે કે મનને ક્ષોભ પમાડે તેવું કામ થયા પછી કદી પણ આત્માને સ્થિરતા ને નિશ્ચિતતા મળતી નથી, તે સદા જ વેદના ભેાગવતો ને ભાગવતો રહે છે; જો કે આત્માને કંઇ લાગતું વળગતું નથી, એમ ઘણુ જ્ઞાની જનોનું કહેવું પણ થયેલું છે.”

“બેશક, જે અમર છે તેને કંઈ લાગે વળગે નહિ. જે કંઇ સુખ દુ:ખ ઉત્પન્ન થાય છે તે તો માત્ર આ નાશવંત દેહના ભાવ છે. તારે યાદ રાખવું કે, આત્માને એ કંઈ વસ્તુતઃ વળગતું જ નથી, ને તેને કંઇ થતું પણ નથી.” કિશેારે જૂદી જ તકરાર આણી.

“ત્યારે મનમાં થાય છે તે શું ?”

“કંઇ જ નહિ, માત્ર મિથ્યા કલ્પનાનો માની લીધેલો દોષ.” વાત બંધ પડી, તથાપિ ગંગાનું હૃદય રડતું બંધ પડ્યું નહિ.



પ્રકરણ ૩૨ મું
વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ

પણી પાછલી વાર્તાને એક વરસ વીતી ગયું છે અને પૂનામાં રહેવાને દોઢ વર્ષ થઇ ગયું છે. કિશોરલાલ ને ગંગા બંને પૂનાનાં વાસી થયાં છે, ને તેઓ જે એકાંત સ્થળે રહેતાં હતાં, ત્યાંની આસપાસની