પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
ગંગા–ગુર્જર વાર્તા

હોશિયાર ડોક્ટરોની સલાહ પૂછી દવા કીધી, પણ કશી ટિક્કી લાગી નહિ. મુંબઈ આવીને ડૉકટરોને રોગ બતાવ્યો, રોગ અસાધ્ય હતો; તેમાં ખાંસી સાથે છાતીમાં કળતર થવા માંડ્યું, એટલે ફિકર વધી. ગંગાને આ હકીકત કહેવાની કશી પણ હિંમત ચાલી નહિ. ઘણા દિવસ સુધી મન ઘોટાળામાં પડ્યું કે શું કરવું, પણ અંતે ઘાડી છાતી કરીને આ હકીકત કહી ગંગાને તોપના ગોળા પેઠે પેટમાં ધ્રાસ્કો પડ્યો, ને તત્કાળ પેલું મોગરાનું કરમાયલું ફૂલ યાદ આવ્યું. કેટલોક વખત સુધી તો તે સૂનમૂઢ થઈ ગઈ, પણ પછી એક ખરેખરી સદ્દગુણી સ્ત્રીની પેઠે ઘાડી છાતી કરીને પોતાના પ્રિયના દરદનો ઉપાય કરવા માંડ્યો. ડાકરોનાં ઔષધ જારી જ હતાં, ને તેઓ હવા ફેર કરવાને કહેતા, પણ કંઇ ઈલાજ નહોતો. પૈસા બિલકુલ નહોતા; હવે જે કંઇ રહ્યું હતું તે ગંગાનું ઘરેણું હતું. થોડુક ઘરેણું વેચી નાંખ્યું, ને ત્યાં ને ત્યાં રહી ઔષધ જારી રાખ્યું. ઘણા વિદ્વાન ડાક્ટરો ને વૈદ્યોએ અનેક ઉપાય કીધા, ને થોડોક તબીયતમાં ફેરફાર પડ્યો, પણ તેથી કંઇ ખરેખરી તબીયતની હાલત સુધરી નહોતી. એનું શરીર ગળાતું ગયું ને શક્તિનો ભંગ થતો ગયો. ગંગાએ પૈસા ખરચવામાં કશી કમીના રાખી નહિ, ને જ્યારે કંઈ નહિ ચાલ્યું ત્યારે ઉછીના પૈસા પણ તે લાવી શકી; પણ પોતાના પતિને માટે તેણે પૈસાની કશી પણ દરકાર કીધી નહિ. પોતાના પિતાજીને પત્ર લખ્યા ને ત્યાંથી જોઈતી મદદ આવી પહોંચી, પણ તેટલાથી કંઇ પૂરું થયું નહિ, ને પછી પિતાજી પાસથી પૈસા માગવા કરતાં કોઇક મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવા ધારી બેચાર મિત્રોને પત્ર લખ્યા, પણ કોઇનો પ્રતિઉત્તર ફરી વળ્યો નહિ. એના જ્યેષ્ઠ ને દીએર કંઇ એવી સારી સ્થિતિમાં નહોતા કે, ઝાઝી મદદ કરી શકે, તે છતાં કેશવલાલ ને વેણીલાલે પુષ્કળ પત્રો લખીને સુરત આવવાને વિનતિ કીધી. પણ સુરત જઈને કરવું શું ? જેમણે ઉંચી સ્થિતિમાં નિવાસ કીધેલો, તેમને સ્વદેશમાં નબળી સ્થિતિમાં જઇને રહેવું યોગ્ય લાગ્યું નહિ. આમ ધારીને જ એક પછી એક