પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
ગંગા–ગુર્જર વાર્તા


પ્રકરણ ૩૩ મું
શેાકસદન

હાડા પછી રાત ને રાત પછી દહાડો ને દિવસ પછી મહિના ને મહિના પછી વર્ષ એમ કાળ વીતતો ગયો, પણ કિશોરની તબીયતમાં કંઇપણ ફેરફાર થયો નહિ. ડોક્ટરોએ ખુલ્લેખુલ્લું જણાવી દીધું કે, હવે એ ઘણો લાંબો વખત કાઢશે નહિ, પણ ગંગાએ ધીરજ છોડી નહિ. અંગ્રેજી ડાક્ટરો મૂકીને દેશી વૈદ્યોનાં ઔષધો જારી કીધાં. પૈસાની તાણ ઘણી જ પડી, ને સઘળાં ઘરેણાં વેચાઇ ગયાં. હવે કંઇ પણ રહ્યું હોય તે તે માત્ર સૌભાગ્યનો શણગાર હતો, તે પણ છૂપી રીતે વેચવા માંડ્યો, આવી ફિકર છતાં કિશેારના મંદવાડમાં ગંગા જ તેની માવજત કરવામાં રોકાઇ રહેતી હતી. મણી તેની સહાયતામાં રહેતી, પણ ઘરના કામકાજનો બેાજો તેને માથે હતો. ઘરનું કામકાજ કરવામાં મણીને ઘણી મુસીબત પડતી હતી, પણ પોતાના ભાઇ પ્રત્યેના અપૂર્વ પ્યારને લીધે તે સઘળું ઉપાડી લેતી ને કદી ગંગા કામકાજ માટે આવતી તો તેને ના પાડતી, ને ઉલટી વખતે ઠપકો દેતી કે, તમે ભાઇને મૂકીને કેમ આવ્યાં ? કિશેારને માટે ખાવા પીવાની પૂરતી તજવીજ રાખવી અને કોઇ વાતે તેના દિલમાં માઠો વિચાર નહિ આવે, તેવી ફિકર તે બાપડી રાખતી હતી. આવી ઘરની હાલતમાં રામો ઘાટી પણ પગાર માગતો નહિ, ને જે બંગલે હતો તે ગંગાના બાપના એક મિત્રને હતો એટલે ત્યાંથી પણ ભાડાની માગણી આવતી નહોતી. રામાને પોતાનાં શેઠ શેઠાણી પ્રત્યે એટલી બધી મમતા હતી કે, પહેલાના પગારના એકઠા કરેલા પૈસા ગંગાના હાથમાં મૂક્યા, ને ગંગાએ ઘણી આનાકાની કીધી, ત્યારે પોતાને ઘણું દુ:ખ લાગશે એમ જણાવ્યું. જ્યારે તેને બોલાવે ત્યારે તે ઉમંગથી હાજર થતો; કહ્યું કામ ચડપ દેતોકે કરતે; જ્યારે પૈસા નહિ હોય ને કંઇ વસ્તુ લાવવાની હોય ત્યારે પોતે જ પૈસા કાઢતો; તેમ એકવાર રામાએ પોતાનો