પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
ગંગા–ગુર્જર વાર્તા

નેત્રો ભરાઈ આવ્યાં ને તેના બંને ગાલપર પાણીના રેલા ચાલ્યા, તે બોલ્યો, “ગંગા, તારાં સઘળાં ઘરેણાં ગયાં, તે છતાં હું તને દુ:ખમાંથી મુક્ત કરી શક્યો નહિ. હું કેવો પાપી કે તને સંતાપવાને જ મેં જાણે ઈશ્વર પાસે માનતા માની હોય ! હવે જો કંઇપણ ઉપાય નહિ હોય તો તને ગમે તેમ કર.” ગંગા આ બોલો સાંભળીને ઘણી ગભરાઇ, ને તેનું રડવું સમ્યું નહિ, તોપણ ઘાડી છાતી કરી તેણે કહ્યું, “મારું હતું શું ને ગયું શું? મેં તમારે માટે કંઇપણ કીધું નથી. જે તમારું હતું તેજ ખરચાયું છે, ને જો તમે આરોગ્ય થશો તો સઘળું પાછું મળશે. એ બાબતમાં આપે કશી ચિંતા રાખવી નહિ. પ્રિય કિશેાર, તમારી સારી સ્થિતિ એ જ મારાં સુખનું કારણ–સાધન ને મૂળ છે, તો પછી મને વધારે શું જોઇયે વારુ ?” આ બોલો સાંભળી કિશોરે એક ઘણો ઉંડો નિઃશ્વાસ મૂક્યો. કેમકે જે મણીને પોતાની સુખી અવસ્થામાં સર્વ પ્રકારનું સુખ આપેલું, તે મણી બહેન રસોઇખાનામાં રહે, એટલું જ નહિ, પણ તેના પૈસા, તે પોતાના સુખને માટે ઉપયોગમાં આણે, આ ઘણું વસમું હતું, પણ ઉપાય શો ? તે ખૂબ રડ્યો, ને પછી ગંગાને કહ્યું: “તું ડાહી છે, તને કહેવા યોગ્ય કશું નથી, તને ગમે તેમ કર.” આમ કહીને તેણે આંખ મીંચી. ગંગાએ પોતાનું રડવું દાબી દીધું; કેમકે તેમ કરવાથી કિશેારપર માઠી અસર થવાનો ઘણો મોટો ભય હતો. મણી ! હાય! તે બાપડીના દુ:ખનો પાર નહોતો, તે નાનપણથી દુ:ખી હતી, તેવામાં તેનાં લગ્ન ઘણે સારે ઠેકાણે થયાં; એનો કુલીન ધણી સારો વિદ્યાભ્યાસી હતો પણ એ બિચારી વયે આવી સંસારને લાહાવો લેવા તૈયાર થાય, તે પહેલાં તે સ્વર્ગે સિધાર્યો. એની સાસુ ને નણંદ ઘણાં ક્લાંઠ હતાં. તેમણે એનાપર ઘણો જુલમ ગુજાર્યો, ને અનેક પ્રકારે, નીચ માણસ નહિ કહે તેવાં વચનો કહી, ઘરમાંથી કાઢી ત્યારે કિશોરલાલ પાસે એ રહી. ત્યાં પણ દુ:ખનો ડુંગર ફરી વળ્યો, હવે તેના માથાપર ઘણો મોટો બોજો હતો. સવારમાં વહેલી ઉઠી તે