પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
ગંગા–ગુર્જર વાર્તા

ને ગુજરાતના એક નામીચા કુટુંબનો સંપૂર્ણ ઇતિહાસ આપ્યો છે. અા ઇતિહાસ બોધક ને મોહક છે.

ગુજરાતી હિંદુનો સંસાર ઘણો બગડેલો ને કથળેલો કહેવાય છે. તેમાં અનેક પ્રકારનાં દૂષણો જણાવ્યાં છે. એ દૂષણો કંઈ આપણા પોતામાં જ છે એમ નથી, પણ તે સર્વત્ર વ્યાપક છે, જો સંસારમાં સધળું સારું હોય તો પછી કંઈ ઊણું રહે નહિ, પણ તેવું કોઈ પણ સ્થળે સામટું સમાયલું હોય છે, એમ માનવાનું કારણ કવચિત્ જ મળે છે; પરંતુ જો સુલક્ષણી વહુવારુ હોય કે સુલક્ષણી સાસુ નણંદ હોય તો પછી સંસાર સ્વર્ગાનંદજનક થઈ પડે છે. ઘણાં ઘરોમાં આજ ને કાલ સુખનો સૂર્ય અસ્ત થયો છે, તે કદી પણ પાછો ઉગતો જ નથી. કેમકે વેપાર ધંધાથી, ન્યાત જાતથી કે બીજા કારણોથી કુટુંબ ઘણું કરીને અવ્યવસ્થિત ક્લેશ કંકાસ ને તોફાનમાં ઘેરાયલું હોય છે. એકાદું જે કુટુંબમાં રુડું નીવડી આવે છે તો તેના માથાપર સઘળો બોજો પડે છે; પણ તેવાં સુલક્ષણાંઓ પોતાનાં માતા પિતા અને સાસુ સસરા પ્રત્યેનાં તેમનાં કર્તવ્યકર્મોને અનુસરીને કેમ ચાલે છે, તેને માટે આ વાર્તાની નાયિકા ગંગા તથા તેના પતિનો દાખલો શોધ્યો મળવો મુશ્કેલ છે. કિશેારે સુખમાં કે દુઃખમાં કદી પણ પોતાનાં માતા પિતાનું અપમાન કર્યું નથી, પણ વિપત્તિ વેઠી, જે જે પડ્યું તે સહન કીધું છે.

અને નાયિકા ગંગા? એ તો હિંદુ સંસારના ગૃહરાજમાં એક નમૂનો છે. તેના જેવી વહુવારુઓ આપણાં કુટુંબોમાં સારું નામ મેળવે. જો કુટુંબને એક રાજ્ય ગણવામાં આવે તો તેવું રાજ્ય ચલાવવામાં ગંગાથી વધુ સારી વહુવારુ મળવી મુશ્કેલ છે. તેણે માત્ર પતિ ને પતિ જ જોયો છે. પતિનું પ્રિય તે પોતાનું પ્રિય ને પતિનું જેમાં સુખ તેમાં પોતાનું સુખ માન્યું છે. અનેક પ્રકારની વિપત્તિ પડી, દ્રવ્યે હેરાન થઈ, સાસુનાં વજ્રબાણ જેવાં મહેણાં ટોણાં સાંખ્યાં, પણ કદી પણ ઊંચે સ્વરે તે બોલી નથી; નહિ ઘટતાં વચનો સાંભળવાં પડ્યાં તોપણ પ્રતિવચન