પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગંગા-ગુર્જર વાતો


“વધારે બોલશો નહિ, જો સુખે જવું હોય તો;” લગાર ખિન્નવદને કમળા બોલી. “આજે માજી અને મોટી ભાભીને કંઈ ચડભડાટ થયો છે અને તેથી રીસાઈને તે તો પોતાના ઓરડામાં ક્યારનાયે સૂઈ ગયાં છે. તમે જઈને મોટી ભાભી પાસેથી મદનને લઈ આવશો ?”

“હા, અને તમે અહમદને બોલાવો કે, તે આપણી સાથે આવવા તૈયાર થાય.” બીજા ઓરડામાં, જ્યાં તુલજા સૂતી હતી ત્યાં ગંગા ગઈ અને તેના છોકરા મદનને પોતાની સાથે લઈ જવાને તૈયાર કીધો. મદન પોતાની કાકી સાથે એટલો હળી ગયો હતો કે, તેનો કેડો છોડતો ન હતો, તેમ ગંગાને મદન વગર કળ પડતી નહિ.

ગંગા, તુલજાના ઓરડામાં ગઈ, ત્યારે તે ડુસ્કે ડુસ્કે રડતી હતી. આ તો જાણીતી વાત છે કે, ગુસ્સાના આવેશમાં આવેલા માણસને જેમ ખામોશી રાખવાને કહીએ તેમ તે વધારે જોર પર આવે છે. ઘરના ટંટાથી ગંગા ઘણી ઉદાસ રહેતી હતી, તો પણ કોઇ દિવસે તે એક પણ વેણ ઉંચે સ્વરે કે પડઘારૂપે બોલી નથી. તે તુલજાને શાંત રાખવાને ઇચ્છતી હતી, પણ તેમાં વખત ચાલ્યો જાય, તેથી કંઈ પણ બોલ્યા વગર, મદનને પોલકું, ટોપી ને પાટલૂન પહેરાવી, હાથપર ઉંચકીને બહાર ચાલી આવી.

“અહમદ, બા, જરા મદનને ઉંચકી લે તો !" કમળાએ ઝીણે સાદે અહમદને કહ્યું.

“બહેન બાસાહેબ ! મદનલાલકું કીધર લે જાનેકા હે ? તુમ દૂર રહોગે તો એ બડા કીલકીલાટ કરેગા.” અહમદે પોતાના હાથમાં મદનને લીધા પછી સવાલ પૂછ્યો.

“અમ્બા માતાના દેવળમાં, શેઠ ગયા છે ત્યાં જવું છે. તમે અમને ત્યાં પહોંચાડી આવશો ?”

“બહોત અચ્છા ! ” અહમદ બોલ્યો, “પનાહે આલમ, વો અમીર કી નૌકરીમેં અમેરી જાનફેસાની કરડાલનેમે કુચ કસુર કરના યહ બડા