પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ
મોહનચન્દ્રના કુળનો ઇતિહાસ[૧]

નવું પ્રકરણ શરુ કરીએ તે પહેલાં, હવે મોહનચન્દ્રના કુળનો ઈતિહાસ વાંચનારને જણાવવો જોઇએ. માણસની મોટાઈ કેટલેક દરજ્જે તેના કુળપરંપરાના ઇતિહાસ ઉપર આધાર રાખે છે. ઘણા દાખલા એવા જોવામાં આવ્યા છે કે, ઉમદા અમીરી ગુણ ધરાવનારા અને બુદ્ધિના ચળકાટવાળા વીરપુરુષો ઘણે કાળે - લગભગ ત્રણસેં ત્રણસેં વર્ષે પણ એક જ કુળમાંથી ઉત્પન્ન થયા છે મોહનચન્દ્રનું કુળ આ જ પ્રમાણેનું હતું. તેઓ જગતમાં સાખ ને આંટ માટે જાણીતા થયલા આત્મારામ ભૂખણના કુળના હતા.

સત્તરમી સદીની શરૂઆતમાં, પશ્ચિમના પરાક્રમી પુરુષોએ આ દેશમાં વેપાર નિમિત્તે આવવા માંડ્યું. તેણે સુરતને પોતાનું મુખ્ય સ્થળ કરી એવી તો સારી સ્થિતિમાં આણ્યું કે, હજી સૂધી તેની તરફ ઘણા વિદ્વાન્ ને શોધક નરો ઘણા માનથી જોય છે. સુરતમાં ઘણા ઘણા પ્રકારના વેપાર ધંધા એ સમયે ચાલતા હતા, તે અરસામાં સરાફી પેઢીઓ ઘણીક સ્થપાઇ હતી; ઘણી ધીકતી હતી. અંગ્રેજોને માલ મતા આપવામાં વૈશ્ય ન્યાતના એક આત્મારામે, ઈ. સ. ૧૬૪૦ માં આગળ પડી પ્રથમ સારી આંટ મેળવી. એ વખતે અંગ્રેજોને ખાનદાન ને કુળવાન નરો ઉપર ઘણો ભાવ હતો. કેટલાક અંગ્રેજો, જેઓ હલકા ને નોકરી માટે ઈસ્ટ ઇંડિયા કંપની સાથે આવેલા, તેઓ જે લુચ્ચાઇ દોંગાઇથી અને લાંચ રુશવતથી નાણાં મેળવતા અને તે પોતાની પાસે રાખે તે પ્રસંગ પડવે પકડાઇ જાય, એ ભયથી આ સરાફી પેઢીમાં જમે કરાવતા ને જ્યારે વિલાયત જતા, ત્યારે કેટલીક રકમ બક્ષિન્દા આપી, નાણાં લઇ પોતાને દેશ સિધારતા હતા. વંશપરંપરાથી, અને સાફ દાનતના હોવાથી, અંગ્રેજોમાં પ્રથમ આત્મારામની સાખ ઘણી વધી. એ પેઢી પડી ભાંગી ત્યાં સુધી તેની સાખ તેવી જ હતી. ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે બાકસને અજીરે લડાઈ થતી હતી. તે લડાઈમાં ઘણા અંગ્રેજો મરણ પામતા અને તેમનાં ઘણાં નાણાં આત્મારામ ભૂખણની પેઢીમાં


  1. ** આ પ્રકરણ ત્રીજા પ્રકરણ પછી વાંચવું.