પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.


સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેશાઈનાં


રચેલાં પુસ્તકો
——————————————

શિવાજીની સુરતની લૂટ


આ ઐતિહાસિક વાર્તા “ગંગા-એક ગૂર્જર વાર્તા” એ નામની નવલકથાની પહેલી ત્રણ આવૃત્તિઓમાં ગ્રન્થકર્તાએ છપાવી હતી. નવી ચોથી આવૃત્તિમાંથી તે છુટી પાડી તેનું જુદું જ પુસ્તક છપાવેલું છે. પ્રસ્તુત વાર્તાને સંબંધ “ગંગા”ની વાર્તા સાથે થોડો છે. તેના એક પાત્ર મોહનચન્દ્ર જે આત્મારામ ભૂખણવાળાના કુટુંબમાં જન્મ્યા હતા તેના કુળનો ઈતિહાસ જાણવા માટે એક આડકથા તરીકે આ વાર્તા છાપવામાં આવી છે, એમાં પ્રાચીન સુરત શહેરની નવાબોના વખતમાં કેવી જાહોજલાલી હતી, મુગલ સત્તાનું જોર કેટલું હતું, અંગ્રેજોએ કોઠી ઘાલી વેપાર કેમ ચાલુ કીધો હતો, અને મરાઠા સરદાર શિવાજીએ ઔરંગઝેબ સામે લડવાને પૈસાની તાણ પડવાથી તેના એક ખંડીયા નવાબનું માલેતુજાર શહેર સુરતમાં કેવી લૂટ ચલાવી અનર્ગલ ધન પ્રાપ્ત કર્યું હતું, તે વખતે સુરતી લેાકેાએ કેવી બહાદુરી બતાવી હતી, તથા તે વખતે એક પ્રેમને અદ્ભુત કીસ્સો કેવી રીતે બન્યો હતો, સુરતનો પ્રાચીન ઈતિહાસ-એ વગેરે અનેક બાબતો એમાં રસ ભરી ભાષામાં વર્ણવવામાં આવી છે. “ગંગા”ના પુસ્તક વાંચનારાઓએ તે અવશ્ય વાંચવા જેવી છે, અને ગુજરાતના દરેક અને ખાસ કરીને સુરતના પ્રત્યેક વતનીએ આ વાર્તા વાંચવી જોઈએ એવું અમારું માનવું છે.

કીંમત રૂ. ૧-૪-૦ ટ. ખ. જુદું.