પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

સ્વ. ઈ. સૂ. દેશાઈનાં

સવિતાસુંદરી (સામાજિક વાર્તા)

આ વાર્તા ગ્રન્થકર્તાની એક સામાજિક સુંદર વાર્તા છે. એમાં ઘરડા વરને નાની બાળકી પરણાવવાથી કેવા ઢેડફજેતા થાય છે તેનું બહુ સુંદર અને હાસ્ય રસિક વર્ણન કરાયલું છે, ભાષા સુંદર અને જોરદાર છે. એક સ્ત્રી ન્યાતિના કુરીવાજો તોડી પાડવામાં કેવી ફતેહમંદ નીવડે છે તેનો સુન્દર ચિતાર આ પુસ્તકમાં છે. વાર્તા નાની રમુજી અને સદુપદેશવાળી છે.

કીંમત રૂ. ૦-૪-૦.

ટીપૂ સુલતાન-ભાગ ૧ લો

“આ પુસ્તકમાં મહિસુરના છેલ્લા મુસલમાન રાજા ટીપૂના રાજ-કારભારનો ખ્યાલ આપવામાં આવ્યો છે, એમાં અંગ્રેજ લેખકોએ ટીપૂને જેવો ક્રૂર અને ખરાબ રાજકર્તા ચીતર્યો છે તેવો ચીતરવામાં

આવ્યો નથી. વાર્તા ચિત્તાકર્ષક છે.

નવી આવૃત્તિ કીંમત રૂ. ૧-૦-૦

ટીપૂ સુલતાન-ભાગ ૨ જો

ગ્રન્થકર્તાની આ અપૂર્ણ રહેલી વાર્તા પૂરી કરી છપાવવામાં આવશે.

રાસેલાસની કથા

આમાં મિસરના રાજપુત્રની તત્વજ્ઞાનવાળી કથા છે. ડા. જૉન્સનનો અંગ્રેજી ભાષામાં આ ગ્રન્થ ઘણો વખણાયલો છે. એમાં ઈજીપ્તના પીરામીડો વગેરેનાં સુંદર જાણવા જોગ વર્ણનો છે, અને તે ઉપરથી મનુષ્યને થતો તત્વબોધ આપેલો છે, વાર્તા અદ્ભુત છે.

કીંમત ૧-૦-૦.

દીનાર્બસ

આ વાર્તાનું પુસ્તક રાસેલાસની કથાનું અનુસંધાન છે, તે પણ રસપૂર્ણ અને દીલપઝીર છે.

કીંમત રૂ. ૦-૧૦-૦

બાળકોનો આનંદ
ભાગ ૧ લો, ભાગ ૨ જો; દરેકના ૦-૧૨-૦

નાના બાળકો માટે આના જેવું સચિત્ર અને મનોરમ, નિર્દોષ અને શુદ્ધ સરળ ગુજરાતી ભાષામાં લખાયલું એક્કે પુસ્તક નથી, એમ કહીએ તો ચાલે. ઈનામ તથા લાયબ્રેરી માટે મંજુર થયેલું છે.