પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

રચેલાં પુસ્તકો

શ્રીપંચદશી

વેદાંત જ્ઞાનનો આ ગ્રંથ પૂજ્યપાદ ભગવાન્ શ્રીમંત્ શંકરાચાર્યની ગાદીપર વિરાજનાર વિદ્યારણ્ય સ્વામીનો રચેલો છે. એનાપર વિસ્તાર સહિત ચન્દ્રકાંત નામનું વિવરણ સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેશાઈએ લખેલું છે, જે એવી તો સરળતાથી આપવામાં આવ્યું છે કે, સાધારણમાં સાધારણ વેદાંતનો જિજ્ઞાસુ પણ વેદાંત જેવા ગહનમાં ગહન વિષયની અંદર અતિ સરળતાથી પ્રવેશ કરી શકે. [૧] પ્રથમ ઉત્થાનિકા આપવામાં આવેલી છે, [૨] પછી મૂળ શ્લોક, [૩] પછી શબ્દાર્થ અને [૪] તેની નીચે વિસ્તારવાળું ચન્દ્રકાંત વિવરણ આપવામાં આવ્યું છે. જિજ્ઞાસુને સમજવાને સરળ થઈ પડે તેટલા માટે સ્થળે સ્થળે દષ્ટાંતોથી અને સંવાદોથી સિદ્ધાંતો સિદ્ધ કરેલા છે. આ પ્રકારની કોઈ પણ જાતની ટીકા ગુજરાતી ભાષાના કોઈ પણ ગ્રન્થમાં થઈ નથી. આ ગ્રંથ બીજીવાર સુધારી વધારીને છાપવામાં આવ્યો છે. સુપર રોયલ ઓક્ટવો પૃષ્ઠ ૫૦૦; પાકાં પૂઠાં અને ઉત્તમ કાગળ પર છાપેલું છે.

કિંમત રૂ. ૬-૦-૦

વિદુરનીતિ

શ્રીમહાભારતમાં લડાઈ પહેલાં મહાત્મા વિદુરે અંધરાજા ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપ્યો છે તેનો આ ગ્રન્થમાં સમાવેશ કરેલો છે. નીતિશાસ્ત્રનું તત્ત્વ એમાં સુંદર રીતે સમજાવેલું છે. ભાષાંતર સરળ અને

સુબોધક છે અને તેની ચાર આવૃત્તિઓ થઈ છે, એ તેની લોકપ્રિયતા દર્શાવે છે.

કિંમત ૦-૬-૦.

વિદુરનીતિ-મૂળ સંસ્કૃતમાં અને વિષમપદની ટીપ્પણ સહિત.

કિંમત ૦-૬-૦

સરળ કાદંબરી (સચિત્ર)

બાણભટ્ટની લાંબી લચક વાર્તાનો ટુંકો સરળ ભાષામાં સાર. આ પુસ્તક વાંચ્યા પછી મોટું પુસ્તક વાંચવાની જરાએ જરૂર રહેતી નથી. છપાય છે.

કિંમત રૂા. ૧-૮-૦