પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જય માતા ભવાની


હરામ હૈ. લેકીન, માબાપ, અમકુ મુલ્કેઓ ઝમાન કુચ બોલા નહિ હૈ, ઉસ સબબસે કુછબી ઠપકા મિલેગા ઓ આપકે શીર રહેગા.”

“બરાબર છે;” ગંગાએ પ્રત્યુત્તર વાળ્યો, “પણ તું ફીકર ન કર, શેઠ તને કંઈ કહેશે નહિ, જ્યારે શેઠ અત્રેથી ગયા ત્યારે તને જોડે લઈ આવવાનું કહી ગયા હતા. તું અગાડી જઈ દરવાજા પર ઉભો રહે.”

“જેસા બાઈસાબકા હુકુમ !” નમ્રતાથી અહમદ બોલ્યો અને મદનને લઈને બારણા આગળ જઈ ઉભો રહ્યો.

તુરત ગંગા અને કમળા બંને આવી પહોંચી. તેએા, અહમદ ને મદન સાથે આગળ ચાલ્યાં કે, તુરત સૌથી નાના છોકરાની વહૂ વેણુગવરી તેને પિયરથી આવતી હતી તે સામી મળી. તેને સાથે તેડીને સૌ ચાલતાં થયાં.પ્રકરણ ૨ જું
જય માતા ભવાની

આજે મોહનચંદ્રે અંબાભવાનીના દેવળમાં મોટી પૂજા કરાવી છે, તે તો સવારના જ ત્યાં જઈને બેઠો હતો. સૂર્યપુરમાં માતાને પણ માનનારા કેટલા છે અને અગરજો માતાના ભકત ક્વચિત મદ્ય પણ લે છે, તોપણ મોહનચન્દ્રે પોતાની આખી જીંદગીમાં તેનો સ્પર્શ પણ કીધો નથી. આખા દિવસમાં માતાને કેમ શણગાર સજાવવા ને કેવાં વસ્ત્ર પહેરાવવાં, તે માટેની સઘળી ગોઠવણ તે ત્યાં કરતો હતો. મોહનચન્દ્ર એ દિવસે ઘણો ઉમંગી હતો.

માતાનું મંદિર સાધારણ રીતે ઘણું ઊંચું નથી. તે જમીનથી આસરે ૨૧ ફૂટ ઊંચું બાંધેલું છે. પગથી ચઢી એક ચોગાનમાં થઈને માતાના રંગમંડપમાં જવાય છે. રંગમંડપમાં ભાગ્યે એક સામટાં સો માણસ સમાઈ શકે. માતાની પ્રતિમા પાંચ ફીટથી મોટી નથી અને સલાટે તેને ઘડવામાં પોતાની કારીગરી સારી વાપરી છે. સ્થાનકપર,