પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

૮ સ્વ. ઈ સૂ દેશાઈનાં રચેલાં પુસ્તકે । ટીકાનુસાર પ્રકરણેની યોજના અને દરેક અધ્યાયને સાર-એ કવિ દયારામનાં રચેલાં છે. આ રીતે ગુજરાતના ચાર સુંદર કવિઓની પ્રસાદી આ ગ્રન્થમાં છે, સુંદર રાગ રાગણીમાં મન્ય રચાયલે છે. જેને ભાગવતના ગદ્ય ભાષાંતરામાં પ્રવેશ થઈ શકતા નહિ હોય તેવાઓ માટે આ ગ્રન્ય તે પુષ્કળ ઉપયોગી છે, તેમાં પણ સ્ત્રીઓને માટે આ ગ્રન્થ જેવો સરળ અને ઉપયોગી છે તેવા બીજે કાઈ ગ્રન્થ નથી. કીંમત રૂ. ૭-૦-૦- ઈ. સ. દેશાઈ અને શ્યામજી વાલજી શાસ્ત્રીકૃત ગ્રંથો કથા સરિત્સાગર (ભાગ ૧ લે, ૨ છ આવૃત્તિ) કીં. રૂ. ૩-૦-૦. (ભાગ ૨ જે ,, ) કીં. રૂ. ૩-૦-૦. આ ગ્રન્થમાં ઘણું સુંદર વાતોએ છે, અંગ્રેજીમાં તેનું ભાષાંતર થયું છે અને તેની સટીક અાવૃત્તિના રૂ. પ૦૦) પડે છે. તેજ પુસ્તકના ગુજરાતી ભાષાંતરના માત્ર રૂ. ૬) છે. આ ગ્રન્ય વાંચવા માંડે તેા પૂરા કર્યા શિવાય મૂકવાનું ગમશે નહિ. ઈ. સ. દેશાઈ અને પ્રાણજીવન હરિહર શાસ્ત્રીકૃત ગ્રંથો કામદક નીતિસાર આ પણુ નીતિશાસ્ત્ર ઉપર એક ઉપયોગી ગ્રન્થ છે. એ કામદક નામના બુદ્ધિશાળી બુદ્ધ સાધુને રચેલ છે. એની ખ્યાતિ ચીન, સીઅામ અને પરદેશોમાં ઘણું છે. આ ગ્રન્થની બીજી આવૃત્તિ સુધારેલી વધારેલી છે, અને ઘણું સુંદર બનાવવામાં આવી છે. કીંમત રૂ. ૨-૦-૦ મળવાનું ઠેકાણુંઃ-“ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ. સાસુન બિલ્ડીંગ્સ, સર્કલ, કોટ, મુંબઈ