પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
કમળાના ઉભરા

વવાની ગોઠવણો કરવાના વેશ માંડ્યા. મોહનચન્દ્ર તરત દીવાનખાનામાંથી ઓરડામાં આવ્યા ને કહ્યું કે “ડાક્તરને બોલાવ્યો છે તે હમણાં આવશે. કમળીને કંઈ થયું નથી, માત્ર વાઈ થઈ આવી છે.” એમ જ્યાં ડોસા બોલ્યા કે, હવે આ કર્કશાએ પોતાનો ઉભરો ખૂબ ગુસ્સાથી કાઢ્યોઃ-

“તમારી તો હવે દહાડે દહાડે અક્કલ ગઈ છે. તમને કંઈ ભાન બળ્યું છે કે, આ દીકરીને શું થયું છે ? વાઈ ને બાઈ કેવી ? આ સાસ તો ધોકારે ચાલ્યો જાય છે, ને પાંસળીઓ ઉંચકાય છે, એ તે વાઈ કે ? પણ તમને કહ્યું કોણે હતું કે, તમારી માતાએ મારી સાત લાડની દીકરીને લઈ જજો ? તમને કોણે ડાહ્યલા કીધા હતા ? મારી દીકરીને કંઈ પણ થયું તો પેલી રાંડનો ટોટો પીસી નાંખીશ. આજ સવારની મારી સાથ લડી છે, તેમાં કંઈ કંઈ ગાળો દીધી છે. આ બે કૃતાંતકાળ જેવી આવીને ઉભી છે, પણ કોઈ જરા સંભાળ પણ લે છે ? અને તમને તો હું અકારી ઝેર જેવી લાગું છું ને વહુઓનો ચોટલો જોવો ગમે છે. ન્યાતોમાં તમારો ફિટકારો થાય છે. મારાથી મોં કાઢીને બોલાતું યે નથી. મુઈ હું, જુવાનજોધ વહુઓ સાથે વાત કરતાં જરા લજવાતાએ નથી. ઘરડા થાઓ છો, તેમ અક્કલ પણ જાય છે કે શું?” આ સઘળાં મહેણાંતેાણાં તેણે એવાં તો કઠોર અવાજે માર્યા કે, તુળજાગવરી, જેની સાથે આગલે દિવસે લડાલડી થઈ હતી, તે સાસુજીની સામા લડવાને નહિ, પણ પોતાપર જૂઠા જૂઠા આરોપ મૂકાયા હતા, તેનો બચાવ કરવાને વેહેલી વેહેલી દોડી આવી. મોહનચંદ્ર ઘણા ગભરાયા તો હતા, કેમકે તે પોતાની ધણીઆણીના પાજી સ્વભાવથી સારી રીતે વાકેફ હતા અને તેએા સારી રીતે જાણતા હતા કે, આ પાજી સ્વભાવની બૈરીથી તેના ઘરની આબરુના કાંકરા થાય છે, પણ જો તેઓ વધારે બોલવા જાય તો એક પાસથી લડાઈ બંધ પડવાની આશા હતી, તે બિલકુલ મટી જાય.

તુળજાગવરી જોસભેર બારણા લગણ આવી, એટલે ગંગાએ તેને અટકાવી ને અંદર પેસવા દીધી નહિ; પણ તે તેનું મોં બંધ કરી શકી