પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ગંગા–ગુર્જર વાર્તા

રના મનમાં કે ગંગાના મનમાં એવો વિચાર હતો જ નહિ. કિશેાર માત્ર એટલો જ વિચાર કરતો હતો કે, કમળીની હવે પૂર જુવાની છે ને આ હાલની તેની દુ:ખદ અવસ્થા માત્ર વિધવાપણાથી જ છે, માટે તેનો શો ઉપાય કરવો. પણ શેઠાણીએ તો તરેહવાર વિચાર કીધા. તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “જોઉં, મુવો એ રાંડને કેમ મળે છે.” ખરેખર જો શેઠાણીનું ચાલે તો હજી બીજાં ત્રણ વર્ષ કિશોરને ગંગાનો વિયોગ રહે તેમ કરવાને ચૂકે નહિ; કેમકે ગંગા સદ્દગુણી, કહ્યાગરી, હોશિયાર અને આખી ન્યાતમાં સારું માન પામેલી હતી. પણ સૌથી વધારે મોટું કારણ એ હતું કે, તે પૈસાદાર માબાપની દીકરી હતી ને તેથી જ સાસુજી તેને દુ:ખ દેવાને રાજી હતાં.

પા, અડધો ને પોણો કલાક વીતી ગયો, પણ કિશોરે પોતાની વૃત્તિમાંથી મોઢું ફેરવ્યું નહિ ને શેઠાણી હાલ્યા ચાલ્યા વગર જ્યાંનાં ત્યાં ઉભાં રહ્યાં. અંતે શેઠાણી થાક્યાં, કેમકે છૂપાઈને એની જે જોવાની ધારણા હતી કે હમણાં ગંગા આવશે, ને બન્ને વાતચિતે વળગશે તે ખોટી પડી, તેથી કંટાળીને તે બેાલી:–

“અલ્યા કિશેાર, હવે ઓરડામાં જ ઘલાઈ રહેવાનો કે ? ” ઘણી કઠોર કડવાસ ભરેલી વાણીએ તે બોલી, “વહુ વહુ ઝંખી રહ્યો છે, પણ માબાપને મળવાનું કંઈ ભાન છે ? મને બોલાવી સરખી પણ નથી, ને પેલી નવાબ સાહેબની દીકરીને મળવા માટે – બહેનની ખબર લેવાને બહાને આવીને ભરાયો છે, પણ તે રાંડની પછાડી એટલો ઘેલો નહિ થા, તે તો નીકળી જવાની છે !! એ ઉમરાવજાદાની દીકરી માટે જે વાત ચાલે છે, તે મારાથી સંભળાતી નથી, તે થનથન નાચી રહી છે, તે કોઈ મુઆ જાંગલા બાંગલા સાથે નીકળી જશે ત્યારે તું સમજશે. તું તો વહુ વહુ કરી રહ્યો છે, પણ તે તને જરાય પત પણ કરવાની છે કે ? વાટ જોઈને બેઠો છે તે માટીનો ચાટલો જોવાને આવી કે ? મુઆ બળિયેલ, વિચારમાં ગોથાં ખાજે, તે તો તારા માથાની છે. નથી