પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
ઉમરાવજાદાની દીકરી

“સાસુજી ! રોજ ક્યારે પ્યાલા રકાબી ભાંગ્યાં છે ?” કંઈ કમબખ્તીએ ઘેરી હશે તેથી ગંગા બોલી, “મારા જાણવા પ્રમાણે તો હમણાં કંઈ નુકસાન થયું નથી ને ચાકરો પણ વાસણકુસણુની બરાબર સંભાળ રાખે છે.”

“ત્યારે હું જૂઠી? હું બોલી તે જૂઠું, ને તું લૂંડી બોલી તે સાચું !! વાસણ ગયાં નહિ ત્યારે હું આપી આવી ? હાય હાય રે બાપ ! વહુઓ તો મારે માથે આળ ચઢાવે છે, હવે એ કેમ ખમાય ? હું રાંડ ચોર, આજે મને ચોર કરી તો કાલે તો કોણ જાણે મારે માથે કેવાંએ આળ મૂકશે. હવે આ ઘરમાં મારાથી નહિ રહેવાય, મને તો મારી નાંખવાનો ત્રણે વહુઓએ સંપ કીધો છે. તે મને જીવતી જવા નહિ દે; મારો જીવ લેશે જીવ, ત્યારે જંપીને બેસશે ! આ તો મને ઘરમાંથી કહાડી મૂકવાનો ઘાટ ઘડ્યો છે.”

“સાસુજી, તમે આમ ન બોલો, વારુ મેં આપને એવું તે શું કહ્યું કે, આ૫ આટલાં બધાં મને ભાંડવા તૈયાર થયાં છો ?” ઘણું નમ્રતાથી ગંગાએ કહ્યું.

“જો ઉમરાવજાદાની દીકરી બોલી !” શેઠાણીએ નાકનું ટીચકું ચઢાવી ઠુંગરાટ કીધો. “પૈસાદારની દીકરી છે, તેમાં તું મને સતાવે છે ? પણ તારા બાપના કંઈ અમે એશિયાળાં છીએ કે તું ધનપાળશાહ ગેાડીની દીકરી છે તે મને ખબર છે. નાચણવેડા થોડા કર, અત્યારમાં ફાટી શાની જાય છે ? અહંકાર તો કોઈના રહ્યા નથી ને રહેવાનાએ નથી. રાજા રાવણ સરખો રોળાઈ ગયા તો તારો બાપ તે શા હિસાબમાં ! મુઓ તારો બાપ કંઈ અમને કામનો છે ? તારા બાપની શેઠાઈ તેને ઘેર રહી, તે મોટો છે તો તેને ઘેર રહ્યો. અમારે શું તેને તાપીમાતામાં ચઢાવવો છે ? છાકટી જેવીઓ તડતડ જવાબ દે છે ને આ મુવા ભડવાઓ જોયા કરે છે; પણ એ રાંડો નીકળી નહિ જાય તો મને દશ ખાસડાં મારજો. અત્યારથી તો રામજણીના વેશ કરે છે, તેમ ચેાટલો ને ચાંદલો તો સવારના પહોરમાં જ કરવો જોઈએ. લૂગડાં