પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
વઢકણાં સાસુજી


“જે જેવું હોય તે તેવું જાણે ! મેં કંઈ તમને બોલાવ્યાં નથી કે તમે વચ્ચે માથું મારો છો. તમને મેં બોલાવ્યાં હતાં કે વચ્ચોવચ્ચ બોલ્યાં ? વગર બોલાવ્યું બેાલે તે તરણાને તોલે.” તુળજા પણ મસેમસે બોલવાથી હઠે તેવી નહોતી. એ થોડું બોલીને થાંભલો કોરે તેવી હતી.

“તું લખાપતિની દીકરી, તેની વચ્ચે બેાલાય કેમ ? પણ તું બોલી કોને માટે ? ભીખારણ, કોના જીવને સારું નથી ? તારો બાપ મરવા પડ્યો હોય તો કોણ જાણે ! જા તેનો ચોકો કરવા જા. આ ઘરમાં આવીને છાકી ગઈ છે, અને પેલે મૂઓ તારો ચોટલો જોઈ રહ્યો છે, તેમાં બહુ લાંબું બોલતાં શીખી હશે, પણ હજી તો હું સાત વાઘ ખાઉ તેવી છું ! મારા જીવને સારું ને નરસું કહેનારી તું કોણ ? તારી મા મરે ને તારો બાપ મરે, મારી વાત તું શાને કરે છે ? હવે મારો પીછો છોડ, હું તો મરી રહી છું ને મારાથી બોલાતું સરખુંએ નથી. તમે રાંડોએ તો મારો કેડો લીધો છે તે મને પીંખી નાખશો કે શું ? હું મરી તો રહી છું તેમાં વધારે ક્યાં મારો છો ?” સાસુજી બોલ્યાં.

“તમને આટલું બધું બોલાવે છે કોણ ? મારો બાપ ને નહિ બાપ કરતાં જરા શરમાઓ. તમે જમવાની ના કહી ત્યારે મેં તે માત્ર ગંગાને જમવાને કહ્યું: તેમાં તમે શાનાં સુગાઈ ઉઠ્યાં ? તમારું તો હું જરાએ નામ દઉં તેવી નથી, ને મારો બાપ તો તમને નાહતાંએ સંભારવાનો નથી. બધું ગામ જાણે છે કે તમારી એાલાદ કેવી છે. તમારો બાપ કોણ હતો તે તો તમે જાણો છો જ ! તમારી મા રેંટિયો કાંતી સુતર આપતી ને તમારો બાપ વેચી આવતો તે જ કેની ! પોતાના પગ તળે બળે છે તે તો તપાસો. તમારો બાપ તે કયો લક્ષાધિપતિ હતો ? આત્મા રામ ભૂખણને ત્યાં આવ્યાં છો તેમાં જ તો આટલો બધો તુમાખ આવ્યો છે તો, બાકી તો નાગર વાણિયાની ન્યાતમાં ક્યાંએ ઠેકાણું લાગત નહિ ! હુ તમને સાફ કહું છું કે, તમારે મને બોલાવવી નહિ.”

“તને બોલાવાય કેમ ? નવાબ સાહેબની બેગમને તે બોલાવાય !